For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શક્તિકાંત દાસને રિઝર્વ બેંકના ગવર્નર બનાવતાં અર્થશાસ્ત્રી બનરજીએ આલોચના કરી

દાસની નિમણૂંક પર અર્થશાસ્ત્રી બનરજીએ આલોચના કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય અમેરિકી અર્થશાસ્ત્રી અભિજીત બેનરજી મંળવારે પૂર્વ આઈએએસ શક્તિકાંત દાસને ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર બનાવવાના પગલાની આકરી આલોચના કરી. તેમણે ચેતવણી આપી છે કે આ ફેસલો મુખ્ય સંસ્થાઓના સંચાલન મામલામાં ભયભીત કરનાર સવાલો ઉભા કરે છે. મેસાચુસેટ્સ ઈન્સ્ટૂટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં અર્થશાસ્તરના પ્રોફેસરે રિઝર્વ બેંક જેવી તમામ મહત્વની સંસ્થાને મજબૂત કરવાની વકાલત કરી છે.

બેનરજીની પહેલી પ્રતિક્રિયા

બેનરજીની પહેલી પ્રતિક્રિયા

દાસની નિયુક્તિ વિશે પૂછવામાં આવતાં બેનરજીની પહેલી પ્રતિક્રિયા હતી કે અમને સંચાલનનાં સંભવિત પરિણામને લઈને ચિંતા થવી જોઈએ. ઉર્જિત પટેલના રાજીનામા પર બેનરજીએ કહ્યું કે જો આ સંસ્થાગત તણાવના સંકેત છે તો અમારે ચિંતા કરવી જોઈએ. જણાવી દઈએ કે દાસની નિયુક્તિ ગવર્નરના પદ પર ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે. તેમના નામ પર મંગળવારે મોહર લગાવ્યા બાદ નિયુક્તિ પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે. વ્યાજ દર નક્કી કરવા માટે મૌદ્રિક નીતિ સમિતિના ગઠનમાં દાસની મહત્વપૂર્ણ ભૂમિકા હતી.

જલદી જ ગવર્નરનું પદ સંભાળશે

જલદી જ ગવર્નરનું પદ સંભાળશે

ગવર્નર બન્યા બાદ તેમણે આમાંથી કેટલાક મુદ્દાઓનો વિરોધ કરવો પડ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે તેઓ જલદી જ ગવર્નરનું પદ સંભાળશે કેમ કે આ અત્યારે ખાલી પડ્યું છે. શક્તિકાંત દાસ વર્ષ 1980 બેચ તમિલનાડુ કેડરના આઈએએસ અધિકારી છે. તેઓ દિલ્હી વિશ્વવિદ્યાલયથી ઈતિહાસમાં ગ્રેજ્યુએટ થયા છે. પરંતુ પોતાના 37 વર્ષ લાંબા કાર્યકાળમાં તેઓ રાજ્ય અથવા કેન્દ્રમાં મોટેભાગે આર્થિક અને નાણા મંત્રાલય વિભાગોમાં જ તહેનાત રહ્યા છે.

શક્તિકાંત દાસ વિશે જાણો

શક્તિકાંત દાસ વિશે જાણો

નવેમ્બર 2016માં નોટબંધીની ઘોષણા સમયે મોટાભાગે શક્તિકાંત દાસ જ મીડિયા સામે આવ્યા હતા. નાણા મંત્રાલયમાં તેઓ પહેલીવાર 2008માં સંયુક્ત સચિવ તરીકે નિયુક્તિ પામ્યા, ત્યારે પી. ચિદમ્બરમ નાણામંત્રી હતા. જે બાદ યૂપીએ સરકારમાં જ્યારે પ્રણવ મુખરજી નાણામંત્રીનો કાર્યભાર સંભાલ્યો ત્યારે પણ તેઓ આ મંત્રાલયમાં ડટ્યા રહ્યા અને પહેલા સંયુક્ત સચિવ તરીકે અને પછી અતિરિક્ત સચિવના રૂપમાં સતત પાંચ વર્ષ બજેટ બનાવવાની ટીમનો ભાગ રહ્યા. 2013માં રાસાયણ અને ઉર્વરક મંત્રાલયમાં સચિન બન્યા, પરંતુ મે 2014 કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ તેમને ફરી નાણા મંત્રાલયમાં રાજસ્વ સચિવ બનાવવામાં આવ્યા હતા.

‘એમપી, છત્તીસગઢ, રાજસ્થાનમાં કોણ બનશે સીએમ?' રાહુલે આપ્યો જવાબ ‘એમપી, છત્તીસગઢ, રાજસ્થાનમાં કોણ બનશે સીએમ?' રાહુલે આપ્યો જવાબ

English summary
Shaktikanta Das' Appointment May Lead to 'Frightening' Governance Outcomes: Economist Abhijit Banerjee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X