Share bazar : શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સમાં 560 પોઈન્ટના ઉછાળા સાથે નિફ્ટી 25,875ને પાર
Share bazar : નવા સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવાર 20 ઓક્ટોબરના રોજ ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સવારે બજાર ખુલતાની સાથે જ બંને મુખ્ય ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં શરૂ થયા હતા અને દિવસ દરમિયાન તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
20 ઓક્ટોબરના રોજ ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે, જેમાં સેન્સેક્સમાં 560થી વધુ પોઈન્ટનો જોરદાર ઉછાળો અને નિફ્ટીએ 25,875નું સ્તર પાર કર્યું છે.

BSE સેન્સેક્સ 317.11 પોઈન્ટના ઉછાળા સાથે 84,269.30 પર અને NSE નિફ્ટી 50 ઈન્ડેક્સ 114.75 પોઈન્ટની તેજી સાથે 25,824.60 પર ખુલ્યો હતો.
સવારે 9:25 વાગ્યા સુધીમાં બજારની તેજી વધુ મજબૂત બની હતી, જ્યાં સેન્સેક્સ 688 પોઈન્ટના જંગી વધારા સાથે 84,641 ના સ્તરે અને નિફ્ટી 50 180 પોઈન્ટના ઉછાળા સાથે 25,890 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો.
આજના કારોબારમાં BSE પર સૌથી વધુ ઉછાળો દર્શાવનાર શેરોમાં મુખ્યત્વે રિલાયન્સ (Reliance), એક્સિસ બેન્ક (Axis Bank), HDFC બેન્ક, કોટક બેન્ક (Kotak Bank) અને ઈન્ફોસિસ (INFY) નો સમાવેશ થાય છે. આ શેરોના જોરદાર પ્રદર્શનથી બજારને મોટો સપોર્ટ મળ્યો છે.
બીજી તરફ, જે શેરોમાં ઘટાડો નોંધાયો તેમાં ICICI બેન્ક, ટ્રેન્ટ (Trent) અને ટાટા સ્ટીલ (Tata Steel) મુખ્ય રહ્યા હતા.
યાદ રહે કે, ગયા સપ્તાહના અંતિમ કારોબારી દિવસ શુક્રવાર, 17 ઓક્ટોબરના રોજ પણ ભારતીય બજારોમાં મજબૂત રેલી જોવા મળી હતી.












Click it and Unblock the Notifications
