નિફ્ટી પહોંચ્યું રેકોર્ડ સ્તર પર, શેરબજારમાં ઉછાળ

Written By:
Subscribe to Oneindia News

કેન્દ્ર સરકારે જે રીતે બેંકિંગ સેક્ટરને મજબૂત કરવા માટે 2.11 લાખ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. તે પછી શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. પીએસયૂ બેંક ઇંડેક્સમાં 22 ટકાનો વધારો જોવા મળ્યો છે. આજે શેયર માર્કે ભારે તેજીથી ખુલ્યું હતું. લાભપાંચમના દિવસે સેન્સેક્સ 450 અંકોના વધારા સાથે 33086 સુધી પહોંચ્યો. નિફ્ટી 10300ના આંકડાને પાર કરી ગયો. જે એક રેકોર્ડ સ્તર છે. પબ્લિક સેક્ટરની બેંકોને આર્થિક તંગીથી બહાર કાઢવા માટે કેન્દ્ર સરકારે આ પેકેજ જાહેર કર્યું છે. જેના પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક સહિત તમામ બેંકોમાં શેયર માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. બેંકોના શેરોમાં લોકોનો રસ વધ્યો છે. અને તેના પરિણામે ખરીદી વધી છે. જેથી ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે.

Share Market

કેન્દ્ર સરકારે મંગળવારે 6.99 લાખ કરોડ રૂપિયાના રોડ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. સાથે જ સાર્વજનિક ક્ષેત્રમાં બેંકો માટે 2.11 લાખ કરોડ રૂપિયાના કેપિટલાઇજેશન પ્લાનને મંજૂરી આપી હતી. આ મોટી જાહેરાત કરતી વખતે નાણાં પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થાનો પાયો આનાથી ખૂબ જ મજબૂત થશે. આ બાબતે નાણાં મંત્રી અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ પ્રેજન્ટેશન પણ આપ્યું હતું. આ સમયે અરુણ જેટલીએ કહ્યું હતું કે નિવેશ, વિકાસ, રોજગાર અને બેંકોની સ્થિતિ સરકારના આ નિર્ણયથી મજબૂત થશે. આ માટે 1.35 લાખ કરોડ રૂપિયાના બોન્ડ પણ જાહેર કરવામાં આવ્યા હતા. સાથે જ 76 હજાર કરોડ રૂપિયાનું મદદ બજેટ પણ આપ્યું હતું. સાથે જ સરકારે 18 હજાર કરોડ રૂપિયા ઇંદ્રધનુષ યોજના હેઠળ બેંકોને આપ્યા હતા.

English summary
share market bounce back with record jump after centre decision to lend to psu bank.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.