For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેર બજારમાં સતત ઘટાડો યથાવત, એક સપ્તાહમાં સેંસેક્સ 2500 પોઈન્ટ ગગડ્યો, માર્કેટ ક્રેશથી અબજો ડૂબ્યા

શેર બજારમાં સતત ઘટાડાનો દોર યથાવત છે. છેલ્લા એક મહિનાથી બજારમાં 9 ટકાથી વધુનો ઘટાડો આવી ચૂક્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ શેર બજારમાં સતત ઘટાડાનો દોર યથાવત છે. છેલ્લા એક મહિનાથી બજારમાં 9 ટકાથી વધુનો ઘટાડો આવી ચૂક્યો છે. આજે નિફ્ટી જ્યાં 16000ની નીચે આવી ગયો ત્યાં સેંસેક્સ 53047 પોઈન્ટ સુધી જતો રહયો. સેંસેક્સ 53608 પોઈન્ટ પર ખુલ્યો જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તે 16021 પોઈન્ટ પર ખુલીને 15848 સુધી પહોંચી ગયો. સવારે 10.20 વાગ્યાની વાત કરીએ તો નિફ્ટી 283 પોઈન્ટ તૂટીને 15883 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે 53191 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. બજારમાં વૈશ્વિક કમજોરીની સીધી અસર જોવા મળી રહી છે જેના કારણે રોકાણકારોમાં ભારે વેચવાલીનો દોર યથાવત છે.

sensex

બજારમાં ઘટાડાનો આ દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. 12 એપ્રિલે જ્યાં સેન્સેક્સ 58576 પોઈન્ટની તેની રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો ત્યાં એક મહિના બાદ બજાર 53000 પર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં છેલ્લા એક મહિનામાં માર્કેટમાં 5300 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંક રેટમાં કરાયેલા વધારાની પણ બજાર પર ભારે અસર જોવા મળી છે. મોંઘવારી અંકુશમાં લેવા માટે આરબીઆઈનો આ નિર્ણય બજાર માટે મોંઘો સાબિત થયો છે અને રોકાણકારોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.

નિફ્ટી બેન્ક, નિફ્ટી ઑટો, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસ, નિફ્ટી મેટલ, નિફ્ટી પ્રાઇવેટ બેન્ક બે ટકાથી વધુ તૂટ્યા હતા. જ્યારે નિફ્ટી PSU બેન્કમાં 3 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. જે રીતે સેન્સેક્સમાં 900 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, તે પછી બજારમાં રોકાણકારોની ચિંતા ઘણી વધી ગઈ છે. હકીકતમાં, એવું માનવામાં આવે છે કે આરબીઆઈ આગામી થોડા દિવસોમાં વ્યાજ દરોમાં વધુ વધારો કરી શકે છે, જેના કારણે બજારમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે.

English summary
Share market crash is continues, sensex and nifty faces huge fall
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X