For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૈશ્વિક મંદીની આહટથી શેર બજાર ગગડ્યુ, સેંસેક્સ અને નિફ્ટી ક્રેશ

વૈશ્વિક મંદીની આહટ અને મોંઘવારીનો ડર શેર બજાર પર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ વૈશ્વિક મંદીની આહટ અને મોંઘવારીનો ડર શેર બજાર પર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. સેંસેક્સ આજે 1000 પોઈન્ટથી વધુ તૂટી ગયો અને 53180 સુધી પહોંચી ગયો. બજાર આજે ભારે ઘટાડા સાથે 53070 પોઈન્ટ પર ખુલ્યુ અને બજાર ખુલ્યા બાદ તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વળી, નિફ્ટીની વાત કરીએ તો તેમાં પણ 300 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી 15917 પોઈન્ટ પર ખુલ્યો.

sensex

ભારતીય શેર બજાર સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે ખુલતા જ ઉંધા માથે ગગડ્યુ. બજાર ખુલતા જ લગભગ 370 શેરોમાં તેજી આવી છે, 1629 શેરો ગગડ્યા છે અને 73 શેરોમાં કોઈ ફેરફાર થયો નથી. શરુઆતના કારોબારમાં જ આવેલા આ મોટા ઘટાડાના કારણે રોકાણકારોને એક ઝટકામાં જ કરોડોનો ચૂનો લાગી ગયો છે. એક તરફ જ્યાં બુધવારે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની બજાર મૂડી 2,55,77,445.81 કરોડ રુપિયા હતી ત્યાં આજે બજાર ખુલવા સાથે આવેલા ઘટાડા પછી 2,50,96,555.12 કરોડ રુપિયા રહી ગયા એટલે કે આમાં લગભગ 4.80 લાખ કરોડ રૂપિયાની ઘટાડો થયો છે.

આ પહેલા બુધવારે શેર બજારના બંને સૂચકાંક વધારા સાથે ખુલ્યા પરંતુ દિવસભરના ઉતાર-ચડાવ બાદ કારોબાર બાદમાં અંતે ઘટાડા સાથે લાલ નિશાન પર બંધ થયુ. બીએસઈનો સેંસેક્સ 110 પોઈન્ટ તૂટીને 54,208ના સ્તરે બંધ થયો હતો જ્યારે એનએસઈનો નિફ્ટી સૂચકાંત 19 પોઈન્ટ ફસડાઈને 16,240ના સ્તરે બંધ થયો હતો.

English summary
Share market crashes amid global recession knocks the door.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X