બજેટ પહેલા શેરબજારમાં જબરદસ્ત ઉછાળો, સેંસેક્સમાં 582 પોઈન્ટની તેજી
બજેટ પહેલા શેર બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.
નવી દિલ્લીઃ આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સામાન્ય બજેટ રજૂ કરશે. બજેટ પહેલા શેર બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. સેંસેક્સ 582 પોઈન્ટના વધારા સાથે 58597.02 પોઈન્ટ પર ખુલ્યુ જ્યારે નિફ્ટીમાં પણ ઘણો ઉછાલો જોવા મળ્યો છે. નિફ્ટીમાં પણ 156.20 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. આ સાથે જ નિફ્ટી 17496 પોઈન્ટ સુધી પહોંચી ગયુ છે. રોકાણકારોને આશા છે કે આ બજેટમાં તેમને કંઈ મોટુ એલાન જોવા મળી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે આના કારણે બજારમાં જબરદસ્ત ખરીદી ચાલી રહી છે.

સેંસેક્સ પર આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, બ્રિટાનિયા, એચડીએફસી, ઈન્ફોસિસ સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. આઈસીઆઈસીઆઈ બેંક 2.26 ટકા વધીને 809.80 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેંક 2.49 ટકા વધીને 898.25 પર કારોબાર કરી રહ્યો છે. જો કે બીપીસીએલ, આઈઓસી, ટાટા મોટર્સ, ઓએનજીસી, ડૉ. રેડ઼્ડી લેબ્ઝ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીપીસીએલ 3.30 ટકા ઘટીને 383.95 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા મોટર્સ 2.89 ટકા ઘટીને 502.80 પર કારોબાર કરી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે બજેટ 2022ના દિવસે સેંસેક્સમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તેજીના આ ટ્રેન્ડ આગામી છ દિવસ સુધી ચાલુ રહ્યો હતો. તે પછી માર્કેટમાં કરેક્શનનો સમયગાળો શરુ થયો અને 22 ફેબ્રુઆરી, 2022 સુધીમાં તેને ઘણી હદ સુધી સુધારી લેવામાં આવ્યો હતો. વર્ષ 2020માં બજેટના દિવસે સેંસેક્સ 2.42 ટકા ઘટ્યો હતો. જો કે, બજેટ બાદ આગામી એક સપ્તાહમાં બજારમાં 3.53 ટકાનુ કરેક્શન જોવા મળ્યુ હતુ.












Click it and Unblock the Notifications
