શેર બજારમાં ભારે ઘટાડો, 1000 પોઈન્ટ ઘટીને 50 હજારની નીચે પહોંચ્યુ સેંસેક્સ

સપ્તાહના છેલ્લા વર્કિંગ દિવસ એટલે કે શુક્રવારે શેર બજાર મોટા ઘટાડા સાથે ખુલ્યુ.

નવી દિલ્લીઃ સપ્તાહના છેલ્લા વર્કિંગ દિવસ એટલે કે શુક્રવારે શેર બજાર મોટા ઘટાડા સાથે ખુલ્યુ. ઘરેલુ બજાર ખુલતા જ સેંસેક્સમાં 1000 પોઈન્ટનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. વૈશ્વિક બજારમાં ઈંડેક્સ મેજર ICICI બેંક, HDFC Twins અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી ભારે નુકશાન સાથે ટ્રેન્ડ કરી રહ્યુ છે. સેંસેક્સ સાથે નિફ્ટીમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. નિફ્ટી પણ 14,826ના સ્તરે પહોંચી ગયુ છે. BSE ઈંડેક્સ 49,950.75ને સ્પર્શી ગયુ છે.

nifty

લાલ નિશાન પર પહોંચ્યા ટૉપ 30 શેર

તમને જણાવી દઈએ કે ટૉપ 30 શેરવાળા બેંચમાર્ક ઈંડેક્સ સેંસેક્સના બધા 30 શેર લાલ નિશાનને ટચ કરી ગયા છે. BSEX ઈંડેકસ 49,950.75 સુધી પહોંચી ગયુ છે. ઈંડસઈંડ બેંક, આઈસીઆઈસી બેંક, એક્સિસ બેંક, એચડીએફસી, એચડીએફસી બેંક અને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના શેર અત્યારે ટૉપ લુઝર્સ છે. આમાં ઈંડસઈંડ બેંકમાં સૌથી વધુ 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, એમએન્ડએમ, એસબીઆઈ, એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટેક મહિન્દ્રાના શેરોમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. જ્યારે નેસ્લે ઈન્ડિયા, મારુતિ સુઝુકી, એચયુએલ અને ભારતી એરટેલના શેરોમાં વધારો નોંધવામાં આવ્યો છે. ગયા સત્રમાં સેંસેક્સ 257.62 પોઈન્ટ એટલે કે 0.51 ટકાના વધારા સાથે 51,039.1 પોઈન્ટ પર અને નિફ્ટી 115.35 પોઈન્ટ એટલે કે 0.77 ટકા વધીને 15,097.35 પોઈન્ટ પર બંધ થયો હતો.

તમને જણાવી દઈએ કે શેર બજારમાં આ ઘટાડો એ વખતે નોંધવામાં આવ્યો છે જયારે દેશમાં જીડીપીના આંકડા સામે આવવાના છે. ચાલુ નાણાકીય વર્ષ 2020-21ની ત્રીજા ત્રિમાસિકના જીડીપીના આંકડા શુક્રવારે જ જાહેર કરવામાં આવી શકે છે. આ પહેલા પહેલા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ દરમાં 23.9 ટકાનો ઘટાડો થયો હતો જ્યારે બીજા ત્રિમાસિકમાં 7.5 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X