For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માલામાલ કરી શકે આ શેર, 61 ટકા સુધી રિટર્ન આપવાની ઉમ્મીદ

માલામાલ કરી શકે આ શેર, 61 ટકા સુધી રિટર્ન આપવાની ઉમ્મીદ

|
Google Oneindia Gujarati News

શેર બજારમાં હંમેશા-ઉતાર ચઢાવ રહે છે. કોઈપણ નાના એવા સમાચારથી માર્કેટ ગગડી જાય છે અથવા તો કોઈપણ નાના પોઝિટિવ સમાચારથી બજાર ઉપર ઉઠી જાય છે. માટે જાણકારો શેરમાં ફંડામેંટલના આધારે રોકાણની સલાહ આપે છે. ફંડામેન્ટલનો મતલબ છે કંપનીનો પાયો મજબૂત હોય. કંપની ફાયદો કમાઈ રહી હોય અથવા તેના ફ્યૂચર પ્લાન્સ સારો હોય. જો તમે ફંડામેન્ટલ જોયા વિના શેર ખરીદો છો તો અમે તમને અહીં એવા 5 શેરની જાણકારી આપીશું જે તમને માલામાલ બનાવી શકે છે. બ્રોકરેજ હાઉસે આ શેર ખરીદવાની સલાહ આપી છે. મજાની વાત એ છે કે આ 5માંથી 4 શેર મશહૂર કંપનીના છે. તો આવો આ પાંચ શેર વિશે જાણીએ...

ક્રે઼ડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ

ક્રે઼ડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ

એક્સિસ સિક્યોરિટીજે ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડના શેરમાં રોકાણ કરવાની સલાહ આપી છે. આ શેર હાલ 803 રૂપિયાની નજીક છે. પરંતુ તેના માટે ટાર્ગેટ પ્રાઈસ 831 રૂપિયાની છે. એટલે કે આ કંપનીના પ્રત્યેક શેર તમને 31 રૂપિયાની કમાણી કરી શકે છે. આવા શેર ટકાવારીને બદલે પ્રતિ શેરના મામલે સારા હોય છે. એટલે કે તમે જેટલા વધુ શેર લેશો તેટલો વધુ ફાયદો થશે.

શોભા લિમિટેડ

શોભા લિમિટેડ

શોભા લિમિટેડ પણ એક મશહૂર શેર છે. શોભાનો શેર હાલ 745 રૂપિયાની આસપાસ છે. પરંતુ આના માટે ટાર્ગેટ 902 રૂપિયા છે. એટલે કે આ શેર આરામથી અત્યારના સ્તરે 21 ટકાથી વધુનું રિટર્ન આપી શકે છે. શોભા લિમિટેડ એક ભારતીય બહુરાષ્ટ્રીય રિયલ એસ્ટેટ ડેવલપર છે જેનું મુખ્યાલય બેંગ્લોરમાં છે. જેની સ્થાપના 1995માં થઈ હતી.

ડોડલા ડેરી લિમિટેડ

ડોડલા ડેરી લિમિટેડ

ડોડલા ડેરી લિમિટેડના શેરમાં પણ રોકાણ કરી શકાય છે. તેને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે ખરીદવા માટે કહ્યું છે. આ શેર માટે ટાર્ગેટ પ્રાઈસ 615 રૂપિયા છે. અત્યારે આ શેર 510 રૂપિયામાં ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે આરામથી તમને 21 ટકાથી વધુનું રિટર્ન મળી શકે છે. આ શેર 1 મહિનામાં 18 ટકા અને 5 દિવસમાં 11.5 ટકા રિટર્ન આપી ચૂક્યો છે.

કેમ્પલાસ્ટ સનમાર લિમિટેડ

કેમ્પલાસ્ટ સનમાર લિમિટેડ

કગેમપ્લાસ્ટ સનમાર લિમિટેડના શેરને ખરીદવાની સલાહ આઈઆઈએએફએલે આપી છે. આના માટે 990 રૂપિયાનો ટાર્ગેટ છે. ્ત્યારે આ શેર 615.5 રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે તમને 61 ટકા સુધીનું રિટર્ન મળી શકે છે. 1967માં શરૂ કરાયેલી કેમપ્લાસ્ટ સનમાર લિમિટેડ ચેન્નઈ, તમિલનાડુમાં આવેલી એક કેમિકલ કંપની છે. જેનો 52 અઠવાડિયાનું ઉચ્ચતમ સ્તર 826 અને નિમ્નતમ સ્તર 444.25 રૂપિયા રહ્યું છે.

ICICI બેંક

ICICI બેંક

બ્રોકરેજ ફર્મ શેરખાને આઈસીઆઈસીઆઈ બેંકના શેર ખરીદવાની સલાહ આપી છે. અત્યારે આ શેર 718ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. પરંતુ તેના માટે 970 રૂપિયાનો ટાર્ગેટ છે. એટલે કે આ અત્યારના ભાવથી 21 ટકાથી વધુ રિટર્ન આપી શકે છે. તેની માર્કેટ કેપિટલ અત્યારે 4,98,576.94 કરોડ રૂપિયા છે. બેંકના પાછલા 52 અઠવાડિયાનું ઉચ્ચમત સ્તર 859.70 રૂપિયા અને નિમ્નતમ સ્તર 531 રૂપિયા રહ્યું છે. ધ્યાન રહે કે શેર બજારમાં ઉતાર-ચઢાવ રહે છે. માટે અહીં જોખમ વધુ હોય છે. માટે રોકાણ પહેલાં રિસ્ક ધ્યાનમાં રાખો. કોઈ શેર ઉપર જશે જ તેવી ગેરન્ટી નથી હોતી. આ ટાર્ગેટ પ્રાઇસ અનુમાન અને રિસર્ચ પર આધારિત હોય છે.

English summary
Share Market tips: 5 stock that can give you fabulous return in less time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X