For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સારા સમાચાર: આજે સેન્સેક્સ 585 પોઇન્ટ ઉછળ્યો

બુધવારે ઘટાડા સાથે બંધ થયેલ શેર બજારમાં આજે સારો ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારે બપોરે સેન્સેક્સ 585.36 પોઇન્ટ વધીને 37,275 પર પહોંચી ગયો.

|
Google Oneindia Gujarati News

બુધવારે ઘટાડા સાથે બંધ થયેલ શેર બજારમાં આજે સારો ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારે બપોરે સેન્સેક્સ 585.36 પોઇન્ટ વધીને 37,275 પર પહોંચી ગયો. જ્યારે નિફ્ટી પણ 11,000 ઉછાળાને પાર કરી ગયો છે. જાણીતું છે કે સરકારે આ વર્ષે બજેટમાં એફપીઆઈ પર સરચાર્જ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, તે પાછો ખેંચી શકાય છે. જેના પગલે શેરબજારમાં તેજી જોવા મળી છે. આ સમાચારો બાદ સેન્સેક્સમાં 500 થી વધુ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો અને નિફ્ટીમાં પણ 200 પોઇન્ટ સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.

sensex

શેરબજાર બુધવારે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. સેન્સેક્સ 286.35 પોઇન્ટ ઘટીને 36,690.50 પર અને નિફ્ટી 92.75 પોઇન્ટ તૂટીને 10855.50 પર બંધ થયા છે. આજે (ગુરુવારે) જ્યારે બજાર ખુલ્યું ત્યારે તેજી જોવા મળી હતી. બીએસઈની 31 કંપનીઓના શેરના આધારે બીએસઈ સેન્સેક્સ 120 અંક વધીને 36,810 પોઇન્ટ પર ખુલ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેંજની 50 કંપનીઓના શેરના આધારે નિફ્ટી 36 અંકના વધારા સાથે 10,890 પર ખુલ્યો.

આ પણ વાંચો: ભારતીય ઓટો સેક્ટર ખરાબ તબક્કા, 4 મહિનામાં 3.5 લાખ નોકરીઓ ગઈ

રૂપિયાની શરૂઆત પણ આજે વધારા સાથે થઇ છે. ડોલર સામે રૂપિયો નવ પૈસાના વધારા સાથે 70.80 પર ખુલ્યો છે. બુધવારે રૂપિયો આઠ પૈસાના ઘટાડા સાથે 70.89 ના સ્તરે બંધ રહ્યો હતો. આજના કારોબારમાં મેટલ અને પીએસયુ બેંકના શેર દબાણ હેઠળ છે. જ્યારે ઓટો એફએમસીજી, આઇટી, રિયલ્ટી અને ખાનગી બેંક શેરોમાં જોરદાર મજબૂતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: નોકરિયાત લોકો માટે ખાસ સમાચાર: PF ને લગતા નિયમોમાં મોટો ફેરફાર

English summary
Share market Update: sensex up by 585 points thursday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X