For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય ઓટો સેક્ટર ખરાબ તબક્કા, 4 મહિનામાં 3.5 લાખ નોકરીઓ ગઈ

ભારતીય ઓટો સેક્ટર તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ઓટો સેક્ટરને મંદીનો ફટકો પડ્યો છે. કાર અને મોટરસાયકલોના વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટો સેક્ટર તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ઓટો સેક્ટરને મંદીનો ફટકો પડ્યો છે. કાર અને મોટરસાયકલોના વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેની અસર આ સેક્ટરની નોકરીઓ પર પડી રહી છે. છેલ્લા 4 મહિનામાં 3.5 લાખ નોકરી ગુમાવી છે.

Indian auto sector

રિપોર્ટ અનુસાર, ઓટો સેક્ટરના વાહન નિર્માતા, ઓટો પાર્ટ્સ અને ડીલર વિભાગમાં એપ્રિલથી અત્યાર સુધીમાં લગભગ 3,50,000 કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવામાં આવ્યા છે. ઓટો સેક્ટરમાં, કાર અને મોટરસાયકલ ઉત્પાદકો 15,000, જ્યારે પાર્ટ્સ બનાવતા ઉત્પાદકો 1,00,000 લોકોને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. જાપાનની ડેન્સો કોર્પ અને સુઝુકી મોટર કોર્પની કંપની સુબ્રોસે 800 લોકોને નોકરીમાંથી છૂટા કર્યા છે, જ્યારે મોટર્સના પાર્ટસ નિર્માતા કંપની વી જી કૌશિકોએ 500 લોકોને નોકરીમાંથી છૂટા કર્યા છે.

આ પણ વાંચો: મોદી સરકાર બીજો મોટો નિર્ણય આપવા જઈ રહી, આ સરકારી કંપનીઓને ફાયદો થશે

ઓટો સેક્ટરને આ ખરાબ તબક્કામાંથી બહાર કાઢવા માટે નાણાં મંત્રાલય સાથે મીટિંગ થઈ હતી જેમાં ડીલરો અને ગ્રાહકો બંને માટે ધિરાણમાં કર ઘટાડવાની માંગ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, જાપાનની મોટરસાયકલ ઉત્પાદક યામાહા મોટર અને ફ્રાન્સના વાલેઓ અને સુબ્રોસ સહિતના ઓટો કમ્પોનન્ટ ઉત્પાદકોએ માંગ ઘટયા બાદ આશરે 1,700 કામચલાઉ કામદારોને નોકરીમાંથી છૂટા કર્યા છે.

આ પણ વાંચો: L&T ચીફ બાદ HDFCના ચેરમેને કહ્યું- અર્થતંત્રની ગતિ ધીમી પડી રહી છે

English summary
Indian auto sector on bad phase, 3.5 lakh jobs gone in 4 months
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X