For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકાર બીજો મોટો નિર્ણય આપવા જઈ રહી, આ સરકારી કંપનીઓને ફાયદો થશે

મોદી સરકાર આવ્યા પછી તે તાબડતોડ નિર્ણયો લઇ રહી છે. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 અને ધારા 35A ને નાબૂદ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

મોદી સરકાર આવ્યા પછી તે તાબડતોડ નિર્ણયો લઇ રહી છે. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 અને ધારા 35A ને નાબૂદ કરી દીધી છે. હવે, વીમા ક્ષેત્રમાં પણ સરકાર મોટો નિર્ણય લેવાની છે. સરકાર ત્રણ વીમા કંપનીઓને મર્જ કરવાની તૈયારીમાં છે. ત્રણ જનરલ વીમા કંપનીઓ વચ્ચે મર્જરના પ્રસ્તાવને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. આ માટે ડ્રાફ્ટ નોટ તૈયાર કરવામાં આવી ચુક્યા છે.

વીમા કંપનીઓનું મર્જર

વીમા કંપનીઓનું મર્જર

સીએનબીસી આવાઝની રિપોર્ટ અનુસાર ત્રણ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓને મર્જ કરવાના પ્રસ્તાવને ટૂંક સમયમાં મંજૂરી આપે તેવી સંભાવના છે. સરકાર પાસે યુનાઇટેડ ઇન્ડિયા, નેશનલ ઇન્શ્યોરન્સ અને ઓરિએન્ટલ વીમાના મર્જરનો પ્રસ્તાવ આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ત્રણેય કંપનીઓમાં મર્જરના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. નાણાં મંત્રાલયે કેબિનેટ ડ્રાફ્ટ નોટ તૈયાર કરી લીધી છે અને ટૂંક સમયમાં તેને કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

કેબિનેટની મંજૂરી મળતાની સાથે જ આ ત્રણ વીમા કંપનીઓનું મર્જર

કેબિનેટની મંજૂરી મળતાની સાથે જ આ ત્રણ વીમા કંપનીઓનું મર્જર

કેબિનેટની મંજૂરી મળતાની સાથે જ આ ત્રણ વીમા કંપનીઓ મર્જ થઈ જશે. ત્રણેય કંપનીઓ મળીને એક જનરલ વીમા કંપની બનશે. જો તે કંપની બને છે, તો તે દેશની સૌથી મોટી કંપની હશે. જોકે હાલમાં કંપનીઓ વચ્ચે પૂંજીને લઈને ખેંચતાણ ચાલી રહી છે. ત્રણેય કંપનીઓની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે. અને કેટલીક શરતો પણ પૂર્ણ થઇ રહી નથી. આ કંપનીઓના માર્કેટ શેર 25% છે. તો સોલ્વન્સી રેશિયો 1% ની નીચે છે, જે નિયમો અનુસાર 1.5% હોવો જોઈએ. વીમા નિયમનકારી (IRDA) એ મર્જરને ધ્યાનમાં રાખીને તેની સમસ્યાઓ અને ચિંતાઓ પહેલાથી જ સરકાર સામે રાખી ચૂક્યા છે. હવે એ જોવાનું કે તેમને કેબિનેટની મંજૂરી મળે છે કે નહીં.

IRDA એ ચિંતા વ્યક્ત કરી

IRDA એ ચિંતા વ્યક્ત કરી

IRDA એ નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડની નબળી સ્થિતિને ધ્યાનમાં લઈને નાણાં પ્રધાનને પત્ર પણ લખ્યો હતો અને વીમા કંપનીની આર્થિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં નાણાં પ્રધાનને આ વાત પહોંચાડી હતી. ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ દ્વારા સરકાર સામે આ મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવ્યો છે કારણ કે કંપનીનો સોલ્વન્સી રેશિયો એક ટકાથી નીચે જતો રહ્યો છે.

English summary
Modi government is going to give another big decision, these government companies will benefit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X