For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

L&T ચીફ બાદ HDFCના ચેરમેને કહ્યું- અર્થતંત્રની ગતિ ધીમી પડી રહી છે

L&T ચીફ બાદ HDFCના ચેરમેને કહ્યું- અર્થતંત્રની ગતિ ધીમી પડી રહી છે

|
Google Oneindia Gujarati News

દેશની અર્થવ્યવસ્થાની હાલને લઈ લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એએમ નાઈકે ચિંતા વ્યક્ત કરી હતી, જે બાદ એચડીએફસીના ચેરમેન દીપક પારેખે પણ કંઈક આવી રીતે જ ચિંતા જાહેર કરી છે. પારેખે શુક્રવારે કહ્યું કે અર્થવ્યવસ્થાની ગતિમાં સુસ્તી જોવા મળી રહી છે. પરંતુ તેમણે ઉમ્મીદ જતાવી કે તહેવારોની મોસમ નજીક આવતા આવતા હાલત સામાન્ય હશે.

દીપક પારેખે કહી મોટી વાત

દીપક પારેખે કહી મોટી વાત

દીપક પારેખ મુજબ નૉન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ અને હાઉસિંગ ફાઈનાન્સ અને બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ સમક્ષ રોકડની કમી અને બેંકો દ્વારા લોન આપવા મામલે સખ્ત અડિયલ વલણ અપનાવવાના કારણે સમસ્યા વધી છે. તેમણે કહ્યું કે નૉન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ લોન આપવામાં ખચકાટ અનુભવી રહી છે. પારેખે કહ્યું કે બેંકોએ લોન આપવાને લઈ અડિયલ વલણ અપનાવી રાખ્યું છે. જેની કેટલાય સેક્ટર્સ પર ખરાબ અસર પડી રહી છે.

આ કારણે અર્થતંત્રમાં સુસ્તી

આ કારણે અર્થતંત્રમાં સુસ્તી

જો કે, એચડીએફસી ચેરમેને ઉમ્મીદ જતાવી કે તહેવારોની મોસમ નજીક આવતા હાલાત સામાન્ય હશે. તેમણે માન્યું કે ઈકોનોમીમાં સુસ્તી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જે નાણાકીય વર્ષ 2019માં 6.8 ટકાના જીડીપી ગ્રોથના આંકડાથી પણ માલૂમ પડે છે. જો કે, આર્થિક રફ્તારમાં આ સુસ્તી અસ્થાઈ છે. જણાવી દઈએ કે માર્ચના ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ઘટીને 5.8 ટકા રહી ગયો છે.

લોન આપવામાં ખચકાટ મોટું કારણ

લોન આપવામાં ખચકાટ મોટું કારણ

જ્યારે આઠ કોર ઈન્ડસ્ટ્રીઝનો ગ્રોથ 50 મહિનાના ન્યૂનતમ સ્તર પર ઘટીને જૂનમાં 0.2 ટકા પર પહોંચી ગયો, મેમાં આ આંકડા 4.3 ટકા હતો. અગાઉ એલએંડટીના ચેરમેન નાયકે કહ્યું હતું કે આપણે ખુદને ખુદકિશ્મત સમજવા જોઈએ કે જો જીડીપીના આંકડા 6.5 પર સ્થિર રહે છે તો તેમણે સુસ્ત ઈકોનોમીને પાટા પર લાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને તેજીથી મંૂરી આપવાની રીતને અપનાવવાનો સુજાવ આપ્યો હતો જે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સીએમ હતા ત્યારે કર્યું હતું.

15 ઓગસ્ટે પીએમ મોદી કરશે મોટુ એલાન! દર મહિને મળશે 3000 રૂપિયા15 ઓગસ્ટે પીએમ મોદી કરશે મોટુ એલાન! દર મહિને મળશે 3000 રૂપિયા

English summary
hdfc chief said indian economy is being slow down
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X