For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોકરિયાત લોકો માટે ખાસ સમાચાર: PF ને લગતા નિયમોમાં મોટો ફેરફાર

6 કરોડ પીએફ સબ્સ્ક્રાઇબર્સ માટે ખાસ સમાચાર છે. એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ (EPF) ના નિયમો બદલાયા છે. હવે પૈસા ઉપાડવાના નિયમોને વધુ સરળ બનાવવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

6 કરોડ પીએફ સબ્સ્ક્રાઇબર્સ માટે ખાસ સમાચાર છે. એમ્પ્લોઈ પ્રોવિડન્ટ ફંડ (EPF) ના નિયમો બદલાયા છે. હવે પૈસા ઉપાડવાના નિયમોને વધુ સરળ બનાવવામાં આવ્યા છે. અગાઉ લોકો નોકરી બદલવાની સાથે તેમના પીએફ ફંડ્સને ટ્રાન્સફર કરતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. લોકો ફંડ ટ્રાન્સફર કરવાના બદલે નોકરી બદલ્યા પછી ફંડ ઉપાડી લે છે. ઇપીએફઓના રેકોર્ડ્સમાં ઉપાડ માટે વધુ એપ્લિકેશન જોવા મળી હતી, જેના પછી તેના નિયમો સરળ બનાવવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે નવો નિયમ શું છે.

PF ઉપાડમાં મોટો ફેરફાર

PF ઉપાડમાં મોટો ફેરફાર

ઇપીએફઓના નિયમો અનુસાર, જો તમારો આધાર નંબર EPFO ના યુનિવર્સલ એકાઉન્ટ નંબર સાથે લિંક છે, તો તમે પ્રોવિડન્ટ ફંડ માટે ઓફલાઈન ક્લેમ કરી શકશો નહીં. તમારે ક્લેમ ઓનલાઇન જ કરવો પડશે. EPFO એ આવા કિસ્સામાં ઓલાઇન ક્લેમ બંધ કરી દીધો છે. એટલે કે, જો તમારો આધાર નંબર EPFO ના UAN સાથે લિંક છે, તો તમે PF ઉપાડવા માટે ફક્ત ઓનલાઇન પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો.

ઓનલાઇન થશે ક્લેમ

ઓનલાઇન થશે ક્લેમ

ઇપીએફઓએ નિયમ પરિવર્તનની પાછળ દલીલ કરી હતી કે ક્લેમના ફિજિકલ ફોરમથી ફિલ્ડ ઓફિસમાં જબરદસ્તીનો ભાર વધી રહ્યો છે, જ્યારે જેમનો આધાર નંબર યુએન સાથે જોડાયેલ છે તે ઘરે બેઠા સરળતાથી ઓનલાઇન ક્લેમ કરી શકે છે. આ સિવાય, ઓફલાઇન ક્લેમમાં વિલંબ થાય છે, જ્યારે ઓનલાઇન ક્લેમ સેટલમેન્ટમાં ઓછો સમય લાગે છે. ઓનલાઇન ક્લેમ કરવા માટે, તમે EPFO વેબસાઇટ http://www.epfindia.com/site_en/ પર જઈને તમારું ફોર્મ ભરી શકો છો.

આ બાબતોનું ધ્યાન રાખો

આ બાબતોનું ધ્યાન રાખો

ઓનલાઇન ક્લેમ સેટલમેન્ટ માટે ઇપીએફઓ વેબસાઇટ http://www.epfindia.com/site_en/ પર લોગિન કરો.

- ઓનલાઇન ક્લેમ ઓપ્શન્સ પર ક્લિક કરો. તમારા UAN અને પાસવર્ડને ફીડ કરો.

- ક્લેમ સબમિટ વિકલ્પ પર જરૂરી માહિતી અને દસ્તાવેજો અટેચ કરો.

- તમને જણાવી દઈએ કે પીએફ ઉપાડવા માટે કંપનીમાં પીએફ ઉપાડ ફોર્મ સબમિટ કરવાની જરૂર નથી.

આ પણ વાંચો: હવે હોમ લોનનો હપ્તો ઘટી જશે, જાણો કેટલો ફાયદો થશે

English summary
A major change in the rules regarding PF
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X