Share Market : હજુ પણ માર્કેટ 2 હજાર પોઈન્ટ સુધી તૂટશે? જાણો કેમ રોકાણકારોને પડી રહ્યો છે ફટકો?
Share Market : છેલ્લા એક મહિનાથી ભારતીય શેર બજાર સતત તૂટી રહ્યું છે. સેન્સેક્ટ, નિફ્ટી, બેંક નિફ્ટી સહિતના ઈન્ડેક્સ તૂટી રહ્યા છે.
માર્કેટના આ પ્રકારના વલણને કારણે રોકાણકારોના પોર્ટફોલિયો લાલઘૂમ જોવા મળી રહ્યા છે. હવે રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે કે માર્કેટ હજુ પણ કેટલુ તૂટશે?

ભારતીય શેરબજાર હાલ તૂટતૂ નજરે પડી રહ્યું છે, જેના કારણે નાના રોકાણકારોના પોર્ટફોલિયોમાં નુકસાન જોવા મળી રહ્યું છે. 2020ના કોવિડ બાદ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી હતી અને મોટાભાગના પોર્ટફોલિયો ગ્રીન જોવા મળી રહ્યા હતા.
2020 બાદ જે લોકોએ ભારતીય શેરબજારમાં રોકાણ કર્યું હતુ તેમના રૂપિયા ડબલ થઈ ગયા હતા, જો કે, કોરોના બાદ શેરબજારમાં તેજીનો માહોલ હતો ત્યારે હવે માર્કેટમાં આવેલા આ પ્રકારના કડાકાથી હવે રોકાણકારોમાં ચિંતા છે.
શેર માર્કેટ એકસપર્ટ અનુસાર, હાલ રોકાણકારોએ એલર્ટ રહેવાની જરૂર છે. માર્કેટ એક્સપર્ટ કહી રહ્યા છે કે, આ તો શરૂઆત જ છે. હજુ પણ આગળના સમયમાં માર્કેટમાં કરેક્શન જોવા મળી શકે છે. જે અનુસાર આગળના એક જ મહિનામાં સેન્સક્સ 50,800થી 1 હજાર પોઈન્ટ તૂટી શકે છે, જ્યારે બેંક નિફ્ટી 2 હજાર પોઈન્ટ તૂટી શકે છે.
હાલનું માર્કેટ Falling Knife સમાન છે અને આ Knifeને પકડવાની કોશિશ ટૂંકાગાળાના રોકાણકારોએ કરવી જોઈએ નહીં.
કેમ તુટી રહ્યું છે માર્કેટ?
શેર માર્કેટમાં આવેલા કડાકાના કારણોની વાત કરીએ તો, ચીન દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવતા તેની સીધી અસર ભારતીય શેર બજાર પર પડી અને ચીનમાં વ્યાજદર ઘટતા FII દ્વારા 92 હજાર કરોડથી વધુના શેર વેચવામાં આવ્યા છે.
ત્યારબાદ ભારતીય કંપનીઓના રિઝલ્ટ આવવાની શરૂઆત થઈ અને આ કંપનીઓના નબળના રિઝલ્ટને કારણે પણ શેરબજારમાં વેચાણનું જોર જોવા મળ્યુ. આ કારણે પણ કડકા જોવા મળી રહ્યા છે.
રોકાણકારોએ આ સ્થિતીમાં શું કરવુ?
ભારતીય શેરબજારમાં કડાકા બાદ કડાકા જોવા મળી રહ્યા છે ત્યારે રિટેઈલ ઈન્વેસ્ટર ચિંતામાં છે. જો એકસપર્ટની વાત જાણીએ તો હાલ તમામ એકસપર્ટ એક જ વાતમાં સૂર પુરાવી રહ્યા છે કે, 2020 બાદ આવેલી તેજીમાં આ પ્રકારનું કરેક્શન વાજબી છે.
જ્યારે પણ આ માર્કેટમાં આ પ્રકારનું કરેક્શન આવે છે ત્યારે સારી કંપનીઓના શેર આકર્ષક ભાવમાં મળતા હોય છે. જો તમે લોંગ ટાઈમ માટે ઈન્વેસ્ટ કરવા માંગતા હોય તો તમે તમારી મનપસંદ કંપનીના શેર આકર્ષક ભાવ પર ખરીદી શકો છો.
હાલ માર્કેટ કેટલુ તૂટશે તે કહેવુ મુશ્કેલ છે પણ મંદીના આ માહોલમાં તમે ખરીદી કરી શકો છો. જો તમે ટૂંકાગાળાના ઈન્વેસ્ટર હોય તો હાલ આ સમયે માર્કેટમાં ઈન્વેસ્ટ કરતા ચેતવુ જોઈએ.












Click it and Unblock the Notifications
