For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંકટઃ ShareChat એ 101 કર્મચારીઓને નોકરીમાંથી કાઢીને કહ્યુ - અમે મજબૂર છીએ

સોશિયલ મીડિયા ફર્મ શેરચેટે લૉકડાઉનના કારણે પોતાના 101 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ લૉકડાઉનની અસર હવે ઘણી કંપનીઓ પર પણ પડવા લાગી છે. દેશબંધીના સમયમાંથીપસાર થઈ રહેલી આ કંપનીઓ હવે પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે. હવે સોશિયલ મીડિયા ફર્મ શેરચેટે લૉકડાઉનના કારણે પોતાના 101 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. શેરચેટના સહ-સંસ્થાપક અને સીઈઓ અંકુશ સચદેવાએ કર્મચારીઓને મેલમાં લખ્યુ કે અમે મજબૂર છીએ.

sharechat

ઉલ્લેખનીય છે કે વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં 25 માર્ચ, 2020થી લૉકડાઉન લાગુ છે. પાંચ વર્ષ જૂની કંપની શેરચેટને કોવિડ-19 મહામારીના કારણે આવેલી આર્થિક મંદીથી જાહેરાત બજારને ઘણુ નુકશાન થયુ છે. શેરચેટનુ અનુમાન છે કે આ વર્ષે જાહેરાત માર્કેટમાં ઘણો મોટો ધડાકો થશે જેના કારણે કંપનીએ ખર્ચામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

કંપનીએ પોતાના કર્મચારીઓને આની સૂચના એક ઈમેલથી આપી છે. સીઈઓ અંકુશ સચદેવાએ મેલમાં કહ્યુ, અમારે હવે પોતાની પ્રોડક્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. અમે બિઝનેસ પર ફરીથી વિચાર કરવા માટે મજબૂર છીએ. ગયા વર્ષે કંપની લાભમાં હતી પરંતુ આ વર્ષે જાહેરાત બજાર મંદુ છે. એટલા માટે અમારે કંપનીને ચાલુ રાખવા માટે મૂળ સિદ્ધાંતોને ફરીથી અપનાવવા પડશે. સચદેવાએ કહ્યુ, અમે હવે રેવન્યુ ટીમને નવી આશા સાથે વ્યવસ્થિત કરી રહ્યા છે. તેમણે આગળ કહ્યુ કે અમે લોકો શેર ચેટને બેઠી કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.

આ સમય અમારા માટે બહુ મુશ્કેલ છે. મને આશા છે કે તમે અમારી મજબૂરી સમજી ગયા હશો. અમારે સંગઠનને જાળવી રાખવા અને કોરોના સંકટથી બીજા પક્ષને જોવા માટે આમ કરવુ પડી રહ્યુ છે. શેરચેટના પ્રવકતાએ કર્મચારીઓને કાઢવાની પુષ્ટિ કરીને કહ્યુ, વૈશ્વિક મહામારીએ મુશ્કેલ નિર્ણય લેવા માટે મજબૂર કરી દીધા છે.

'હું પણ કોરોના વૉરિયર' અભિયાન સીએમ વિજય રૂપાણીએ શરૂ કરાવી કહ્યુ - હવે બધા લડીશુ આ લડાઈ'હું પણ કોરોના વૉરિયર' અભિયાન સીએમ વિજય રૂપાણીએ શરૂ કરાવી કહ્યુ - હવે બધા લડીશુ આ લડાઈ

English summary
ShareChat lays off 101 employees and says We are helpless
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X