Google Pay યુઝર્સ માટે ઝટકો આપતા સમાચાર, હવે પેમેન્ટ પહેલા વિચાર કરવો પડશે
Google Pay Payment Charges : આ સમાચાર ડિજિટલ પેમેન્ટ માટે Google Pay નો ઉપયોગ કરનારા તમામ લોકો માટે છે.
હાલમાં જ Google Pay એ એક નવો નિયમ અમલમાં મૂક્યો છે. જો તમે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડથી વીજળી, ગેસ જેવા બિલ ભરશો તો હવે વધારે રૂપિયા ચુકવવા પડશે.

Google Pay ની વેબસાઇટ પર આપેલી જાણકારી અનુસાર, કંપનીએ બિલની રકમ પર 0.5% થી 1% સુધીનો એક્સ્ટ્રા ચાર્જ લેવાનું શરૂ કર્યું છે અને આ પર GST પણ લાગુ થશે.
જો કે સારી વાત એ છે કે UPI સાથે જોડાયેલા બેંક એકાઉન્ટમાંથી પેમેન્ટ કરો છો તો તમને કોઈ પણ એક્સ્ટ્રા ફી ચૂકવવાની જરૂર નથી. આ બદલાવનો સૌથી વધુ અસરકારક પ્રભાવ તેવા લોકો પર પડશે, જે કાર્ડ દ્વારા બિલ ચૂકવે છે.
આ ફેરફારને ડિજિટલ પેમેન્ટ કંપનીઓ માટે એક સામાન્ય પગલું માનવામાં આવે છે. કંપનીઓ ઈચ્છે છે કે વધુ યૂઝર્સ UPI મારફતે પેમેન્ટ કરે, જેથી તેમને વધુ લાભ મળી શકે.
વિશેષજ્ઞોનું માનવું છે કે આ પગલું કંપનીઓને તેમના કામકાજ માટે વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ માટે લેવામાં આવ્યું છે. નોંધનીય છે કે Google Pay નો UPI માર્કેટમાં લગભગ 37% હિસ્સો છે.
જાન્યુઆરી 2025 માં Google Pay દ્વારા 8.26 ટ્રિલિયન રૂપિયાનો લેવડ-દેવડ કરવામાં આવ્યા હતા, જે માત્ર PhonePe થી પાછળ છે.
Google Pay સિવાય PhonePe અને Paytm જેવી મોટી પેમેન્ટ કંપનીઓએ પણ આ પ્રકારના નિયમો લાગુ કર્યા છે. PhonePe પણ પાણી અને ગેસના બિલ પર કાર્ડ પેમેન્ટ માટે એક્સ્ટ્રા ચાર્જ લે છે, જ્યારે Paytm UPI રિચાર્જ અને બિલ પેમેન્ટ માટે 1 થી 40 રૂપિયા સુધીનો પ્લેટફોર્મ ચાર્જ લે છે.












Click it and Unblock the Notifications
