For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IMPSથી પૈસા મોકલતી વખતે આટલો ચાર્જ લાગે છે

હાલમાં જ ભારત સરકાર પોતાના ડિજીટલ ઈન્ડિયા આંદોલન સાથે દેશમાં કેશલેશ લેવડ-દેવડને પ્રોત્સાહન આપવા અનેક પગલા લઈ ચૂકીં છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ ભારત સરકાર પોતાના ડિજીટલ ઈન્ડિયા આંદોલન સાથે દેશમાં કેશલેશ લેવડ-દેવડને પ્રોત્સાહન આપવા અનેક પગલા લઈ ચૂકીં છે. જેને કારણે લેવડ-દેવડમાં IMPS અને UPI દ્વારા ટ્રાન્ઝીક્શન પ્રવૃતિને વેગ મળી રહ્યો છે. આજે આપણે વાત કરીશું આઈએમપીએસ વિશે અને તેના પર થનારા ચાર્જીસ વિશે.

IMPS શું છે?

IMPS શું છે?

IMPS છે તત્કાળ લેવડ-દેવડ સેવા. જે NPCI (નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) દ્વારા પૂરીં પાડવામાં આવી છે. આ સુવિધા લોકોને પૈસા મોકલવા અને મેળવવામાં મદદ કરે છે. તે મોબાઈલ અને ઈન્ટરનેટ બેંકિંગની મદદથી ઈન્ટર-બેંક લેવડ-દેવડની સુવિધા પૂરીં પાડે છે. આઈએમપીએસ દેશમાં ત્વરિત પૈસાની લેવડ-દેવડ માટેની સૌથી સારી રીતોમાંની એક છે. તે રજા સિવાય 24X7 અને 365 દિવસ ઉપલબ્ધ છે. IMPSનો ઉપયોગ કરી એક દિવસમાં 2 લાખ સુધીનું ટ્રાન્ઝીક્શન કરી શકાય છે.

IMPSના ફીચર

IMPSના ફીચર

1) તે 24X7 અને 365 દિવસ ઉપલબ્ધ છે. જેના માધ્યમ દ્વારા તમે ઘરે બેઠા ગમે ત્યારે ગમે ત્યાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

2) ફંડ ટ્રાન્સફર મોબાઈલ બેંકિંગ અને ઓનલાઈન બેંકિંગના માધ્યમથી કરવામાં આવે છે. તે માટે બેંકનો ખાતા નંબર, IFSC કોડની જરૂર પડે છે.

3) આ સેવાની મદદથી માત્ર પૈસાની લેવડ-દેવડ જ નહિં પણ ખરીદી, મર્ચન્ટ ચૂકવણી, વિમાનું પ્રમિયમ, ઓટીસી, પ્રવાસ અને ટિકિટ તમામના બિલ ભરી શકાય છે.

4) તેના દ્વારા ફંડ ટ્રાન્સફર તત્કાળ થાય છે. સર્વરની ટેકનીક ખામી સિવાય તેના દ્વારા ચોક્કસ સમયની અંદર ટ્રાન્ઝીક્શન થઈ જાય છે.

5) IMPSમાં ખાતા નંબર કે MMID(મોબાઈલ મની આઈડેંટિફાયર)નો ઉપયોગ કરી શકાય છે. એમએમઆઈડી અનેક મોબાઈલ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરે છે, જે લેવડ દેવડની રકમને 5000 રૂપિયા સુધી મર્યાદિત રાખે છે. ખાતા નંબરનો ઉપયોગ કરતા આઈએમપીએસ માં નેટ બેંકિંગનો ઉપયોગ કરી 2 લાખ સુધીનું ટ્રાન્ઝીક્શન કરી શકાય છે. બે લાખથી વધુની રકમ માટે એનઈએફટી(નેશનલ ઈલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર)નો વિકલ્પ ચૂંટી શકાય છે અને 10 લાખ સુધીની રકમ માટે આરટીજીએસ(રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ)નો વિકલ્પ ચૂંટી શકાય છે.

6) પૈસા ટ્રાન્સફર કરવાનું આ એક સુરક્ષિત માધ્યમ છે. કારણ કે તે બેંક સર્વર ફાયરવૉલ, પાસવર્ડ અને ઓટીપી જેવી વિવિધ સુરક્ષા ઓળખના માધ્યમથી સુરક્ષિત કરાઈ છે. જો કે ખોટા બેંક અકાઉન્ટ નંબર કે મોબાઈલ નંબર ખોટો નાખતા પૈસા બીજા ખાતામાં જમા થઈ શકે છે.

7) ટ્રાન્સફર કરાતી રકમ મોટી છે તો તે વિશે રકમ મોકલનાર અને મેળવનારને આઈએમપીએસ ટ્રાન્સફર વિશે જણાવામાં આવશે.

IMPS ચાર્જ

IMPS ચાર્જ

IMPSચાર્જ દરેક બેંકના અલગ-અલગ હોય છે. અહીં આપણે 3 લોકપ્રિય ભારતીય બેંકોના IMPS સેવાઓ પર લેનારા ચાર્જની વાત કરીશું.

SBI

1 ઓગસ્ટ 2019થી શરૂ થનારા એસબીઆઈ ગ્રાહકો માટે તમામ એનઈએફટી, આરટીજીએસ અને આઈએમપીએસ ચાર્જ ફ્રી છે.

ICICI

બેંકની વેબસાઈટ અનુસાર 10, 000 રુપિયાથી વધુની લેવડ-દેવડ પર 3.5 રૂપિયા જીએસટી લગાવાશે. 10, 000 રૂપિયાથી 1 લાખ રૂપિયાથી વધુના ટ્રાન્ઝીક્શન પર 5 રૂપિયા(પ્લસ જીએસટી) લાગશે અને 1 લાખ રૂપિયાથી વધુની લેવડ-દેવડ પર 15 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ લાગશે.

HDFC

1 લાખ રૂપિયાથી વધુની લેવડ-દેવડ પર 5 રૂપિયા શુલ્ક લેવાય છે અને 1 લાખથી 2 લાખ રૂપિયા સુધીની લેવડ-દેવડ પર પ્રત્યેક લેવડ-દેવડે 15 રૂપિયા ચાર્જ લેવાય છે. એચડીએફસી આઈએમપીએસ ચાર્જ જીએસટીથી વધુ છે.

English summary
Some charges while Sending money through IMPS
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X