For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માટે રાજ્ય સરકારની મંજૂરીની હવે જરૂર નહિ

પ્રવાસી મજૂરો માટે ચલાવવામાં આવી રહેલ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો માટે મોટી માહિતી આપી છે.

|
Google Oneindia Gujarati News

પ્રવાસી મજૂરો માટે ચલાવવામાં આવી રહેલ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો માટે મોટી માહિતી આપી છે. રેલવેએ કહ્યુ કે આ ટ્રેનોનો ચલાવવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. લૉકડાઉન બાદ પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજ્યો સુધી પહોંચાડવા માટે રેલવેએ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવી. આ ટ્રેનો દ્વારા લૉકડાઉનના કારણે ફસાયેલા પ્રવાસી મજૂરો તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

train

રેલવેએ કહ્યુ કે રેલવે દ્વારા પ્રવાસી મજૂરો માટે ચલાવવામાં આવી રહેલ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો માટે ડેસ્ટિનેશન સ્ટેટમાંથી મંજૂરી લેવાની જરૂર નથી. એટલે કે જે રાજ્યમાં ટ્રેન પહોંચી રહી છે તે રાજ્યમાંથી અનુમતિ લેવાની જરૂર નથી. લૉકડાઉનમાં શ્રમિકો માટે ચલાવાઈ રહેલ સ્પેશિયલ ટ્રેનો માટે ગૃહ મંત્રાલયે રેલવે માટે એસઓપી જારી કર્યુ છે. ગૃહ મંત્રાલય દ્વારા અપાયેલ દિશા નિર્દેશો બાદ હવે રેલવેને આ રાજ્યોમાંથી અનુમતિ લેવાની જરૂર નથી જ્યાં શ્રમિક ટ્રેનો પહોંચી રહી છે.

રેલવેના પ્રવકતા રાજેશ બાજપેઈએ આ અંગે માહિતી આપીને કહ્યુ કે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો માટે ટર્મિનેટિંગ રાજ્યોની પરમિનશની જરૂર નથી અને નવા એસઓપી બાદ એ રાજ્યોની અનુમતિની પણ જરૂર નથી જ્યાં ટ્રેનો પહોંચી રહી છે. તમને જણાવી દઈએકે થોડા દિવસ પહેલા જ રેલ મંત્રી પિયુષ ગોયલે કહ્યુ હતુ કે પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢની સરકારો શ્રમિક ટ્રેનોને ચલાવવાની અનુમતિ નથી આપી રહી. ત્યારબાદ આ નિવેદન પર ઘણો વિવાદ થયો હતો.

મજૂરે ઘરે જવા કહ્યુ તો માલિકે બેરહેમીથી માર્યો, ફોટામાં જુઓ નિર્દયતામજૂરે ઘરે જવા કહ્યુ તો માલિકે બેરહેમીથી માર્યો, ફોટામાં જુઓ નિર્દયતા

English summary
special train indian railway said no consent of destination states needed for shramik special trains
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X