For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પેક્ટ્રમની હરાજી માર્ચમાં યોજવામાં આવશે

|
Google Oneindia Gujarati News

spectrum
નવી દિલ્હી, 7 જાન્યુઆરી : સ્પેક્ટ્રમના વેચાણ માટેના બીજા તબક્કાની હરાજી માર્ચ મહિનામાં શરૂ શશે. આ હરાજી મંત્રીમંડળ દ્વારા 800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં ઊંચી બેઝ પ્રાઇઝ મૂલ્ય ઘટાડવાના નિર્ણય બાદ કરવામાં આવશે. આ બેન્ડના સ્પેક્ટ્રમનો ઉપયોગ સીડીએમએ આધારિત મોબાઇલ સેવાઓ માટે થાય છે.

મંત્રિઓના અધિકાર પ્રાપ્ત સમૂહ(ઇજીઓએમ)ની બેઠક બાદ ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું કે હરાજી માર્ચમાં યોજાશે. સીડીએમએની હરાજી અંગે તેમણે એમ પણ જણાવ્યું કે બધા જ સર્કલોમાં 800 મેગાહર્ટ્ઝ બેંડ માટે બોલી બોલાશે. આ દરમિયાન સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે ઇજીઓએમએ સ્પેક્ટ્રમ મૂલ્યમાં 30થી 50 ટકા કપાતની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ અંગેનો અંતિમ નિર્ણય મંત્રીમંડળ કરશે.

સૂત્રોનું એમ પણ કહેવું છે કે સીડીએમએ સ્પેક્ટ્રમની કિંમત અંગેનો નિર્ણય મંત્રીમંડળ જ લેશે. હરાજી 11 માર્ચના રોજ શરૂ થશે. સરકાર પાછલા વર્ષે નવેમ્બરમાં થયેલી સીડીએમએ સ્પેક્ટ્રમની હરાજી સફળતાપૂર્વક કરવામાં નિષ્ફળ રહી છે. ઊંચી બેઝ પ્રાઇસના કારણે કોઇ પણ કંપની તેના માટે બોલી લગાવવા આગળ આવી ન હતી. 1800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં જીએસએમ સ્પેક્ટ્રમ માટે બેઝ પ્રાઇઝની સરખામણીએ સીડીએમએ સ્પેક્ટ્રમનું બેઝ મૂલ્ય 1.3 ગણું વધારે છે. દેશભર માટે 1800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં 5 મેગાહર્ટ્ઢ સ્પેક્ટ્રમ માટેની બેઝ પ્રાઇઝ રૂપિયા 14,000 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી.

પાછલી હરાજીમાં સરકારને સ્પેક્ટ્રમના વેચાણથી માત્ર 9,407 કરોડ રૂપિયા જ પ્રાપ્ત થયા હતા. સરકારને આશા હતી કે આ વેચાણથી તેની તિજોરીમાં અંદાજે 28,000 કરોડ રૂપિયાની આવક થશે. તેનું કારણ ઊંચી બેઝ પ્રાઇઝ હતી. સર્વોચ્ચ અદાલતે પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં 2જી સ્પેક્ટ્રમ ફાળવણીના મુદ્દે 122 લાયસન્સ રદ કરવાનો આદેશ આપ્યો હતો.

122 લાયસન્સ લેનારી કંપનીઓ માટે સંબંધિત સર્કલમાં રહેવા માટે સ્પેક્ટ્રમ ખરીદવું જરૂરી છે. આ મામલે તેમનું લાયસન્સ 18 જાન્યુઆરીના રોજ સમાપ્ત થઇ જશે. પણ ઊંચી બેઝ પ્રાઇઝને પગલે કંપનીઓએ લીલામીમાં ભાગ લીધો ન હતો.

English summary
Spectrum auction will be held in March.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X