SBI ઇલેક્ટ્રિક કાર ખરીદવા માટે સસ્તી લોન આપશે

સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI) એ ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારા લોકો માટે શાનદાર ઓફર લાવ્યું છે. SBI એ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે ગ્રીન કાર લોનની શરૂવાત કરી છે.

સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI) એ ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારા લોકો માટે શાનદાર ઓફર લાવ્યું છે. SBI એ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે ગ્રીન કાર લોનની શરૂવાત કરી છે. આ લોન વિશેની ખાસ વાત એ છે કે હાલની કાર લોનના વ્યાજ કરતા 0.20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. હાલમાં, પેટ્રોલ-ડીઝલ કાર ખરીદવા માટે બેન્ક 9.25% થી 9.75% પર લોન ઓફર કરી રહી છે. ગ્રીન કાર લોનમાં આ વ્યાજના દર 0.20% ઓછો હશે. આ પહેલનો હેતુ ઇલેક્ટ્રિક વાહન વિભાગને પ્રોત્સાહન આપવાનો છે.

state bank of india

જણાવી દઈએ કે ઉદ્યોગના આંકડા મુજબ, વર્ષ 2018-19માં, 36 લાખ કારમાંથી ઇલેક્ટ્રિક વાહનોની હિસ્સેદારી વર્ષની આશરે 1,000 છે. ટુ વ્હીલર્સ મળીને, આ આંકડો વર્ષનો 54,000 રહ્યો છે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઘણી નીતિઓ હોવા છતાં, આ વિભાગમાં માંગ વધી રહી નથી.

ગ્રાહકોને 8 વર્ષ સુધીની લોન

જાણકારી આપી દઈએ કે SBI ના એમડી (રિટેલ અને ડિજિટલ બેન્કિંગ) પી કે ગુપ્તાએ કહ્યું છે કે અમે માનીએ છીએ કે SBI ની ગ્રીન કાર લોન (ઇલેક્ટ્રિક વ્હિકલ) સ્કીમ વાહન લોન સેગમેન્ટમાં પરિવર્તન લાવવા અને ગ્રાહકો વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં વધારો કરવામાં મદદ કરશે. આ હેઠળ, ગ્રાહકોને 8 વર્ષ સુધી લોન આપવામાં આવશે. જણાવી દઈએ કે કે પ્રોસેસિંગ ફી યોજનાની શરૂઆતના પહેલા 6 મહિનામાં નહીં લાગશે.

આ પણ વાંચો: SBI ઘ્વારા ડોર-સ્ટેપ બેંકિંગ સર્વિસ સુવિધા લોન્ચ કરવામાં આવી

અગાઉ, SBI એ તેના બચત બેંકના દર (રૂ. 1 લાખથી વધુની મર્યાદા) બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડ્યા હતા. આમ કરવાથી, SBI તેના ઇન્ટરેસ્ટ રેટની જમા અને લોન સાથે 1 મે, 2019 થી બાહ્ય બેન્ચમાર્કને જોડવાની જાહેરાત કરનારી પ્રથમ બેંક બનશે. અન્ય બેંક પણ આવું પગલું લઈ શકે છે.

આ પણ વાંચો: આ મોટી બેંકએ સસ્તી કરી હોમ-ઑટો-પર્સનલ લોન, જાણો કેટલી ઓછી થશે EMI

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X