સ્વાન ટેલિકોમ રG લાયસન્સ મેળવવા યોગ્યતા ધરાવતી ન હતી : નીરા રાડિયા

રાડિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે વર્ષ 2008માં 2જી સ્પેક્ટ્રમની ફાળવણી સમયે મજબૂત ધારણા હતી કે સ્વાન ટેલિકોમ પ્રાઇવેટ લિમિટેડ (એસટીપીએલ) સ્પેક્ટ્રમ ફાળવણી માટે પાત્રતા ધરાવતી નથી. એસટીપીએલના ડાયરેક્ટર શાહિદ ઇસ્માન બલવા અને વિનોદ ગોયન્કા આ મામલામાં આરોપી છે. તેમની ઉપર અદાલતમાં કેસ ચાલી રહ્યો છે.
રાડિયાએ સીબીઆઈની વિશેષ અદાલતને ન્યાયાધીશ ઓ પી સોનીને જણાવ્યું કે "સ્પેક્ટ્રમ ફાળવણી સમયે મીડિયાએ પાત્રતા અને અપાત્રતા અંગે સામાન્ય લોકોના મનમાં એક દ્રઢ ભાવના પેદા કરી દીધી હતી. સામાન્ય ધારણા અને ટાટા સમૂહના વકીલોની સલાહ મારફતે મને ખ્યાલ આવ્યો હતો કે આ કંપની પાત્રતા ધરાવતી નથી."












Click it and Unblock the Notifications
