For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વિગી, ઉબર ઇટ્સને ખરીદી શકે છે

ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં ટૂંક સમયમાં એક મોટી ડીલ થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં ટૂંક સમયમાં એક મોટી ડીલ થઈ શકે છે. એપ્લિકેશન દ્વારા કેબ સેવાઓ પ્રદાન કરનારી ઉબર (uber) ની એક ફૂડ ડિલિવરી યુનિટ, ઉબર ઇટ્સ (uber eats) તેના ભારતના બિઝનેસને પ્રતિસ્પર્ધી કંપની સ્વિગી (swiggy) ને વેચવા માટેની વાત કરી રહી છે. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે આ ડીલ આગામી મહિના સુધીમાં ફાઇનલ થઇ શકે છે. આ સ્વિગીનું હમણાં સુધીનું સૌથી મોટું સંપાદન હશે. ઉબર માટે તેના ગ્લોબલ ફૂડ બિઝનેસના એક ભાગને વેચવા માટેની આ પ્રથમ ડીલ હશે.

Swiggy

10% હિસ્સો મળવવાની શક્યતા

સૂત્રોએ જણાવ્યું હતું કે આ સોદો સ્ટોક સ્વેપ દ્વારા થઈ શકે છે. આમાંથી, સ્વિગીમાં ઉબરને આશરે 10% હિસ્સો મળવાની સંભાવના છે. સ્વિગીનું મૂલ્ય આશરે 3.3 અરબ ડૉલર છે. ઉબર 120-150 અરબ ડૉલરના સ્ટોક ઇશ્યૂ લાવવાની તૈયારી કરી રહ્યું છે અને તેથી જ તે વિશ્વભરમાં તેના નુકશાનને ઘટાડવા માંગે છે. ઉબર ઇટ્સ વેચાણનું પગલું આ હેઠળ લેવામાં આવી રહ્યું છે.

ઉબર (uber eats) ઇટ્સની ગ્લોબલ કિંમત 20 અરબ ડોલરથી વધુ હોવાનું અનુમાન છે. 2018 ના પહેલા ક્વાર્ટરમાં તેની વૈશ્વિક આવક 1.5 અબજ ડોલર હતી. સૂત્રોનું કહેવું છે કે સમાન રેસ્ટૉરન્ટ્સ અને ગ્રાહકો માટે સ્પર્ધામાં ભંડોળ ખર્ચવાને બદલે, સ્વિગીમાં હિસ્સો લેવો એ સારો નિર્ણય છે. આનાથી ફૂડ ડિલિવરી માર્કેટમાં આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટમાં ઘટાડો થઈ શકે છે.

જણાવી દઈએ કે સ્વિગી (swiggy) એ છેલ્લીવાર ડિસેમ્બરમાં ભારતીય ખાદ્ય ઉદ્યોગમાં સૌથી મોટા સિંગલ ધિરાણ દરમિયાન એક અબજ ડોલર ઊભા કર્યા અને આ સોદા સાથે અત્યાર સુધીમાં તે સૌથી મોટા એક્વિઝિશનને અંજામ આપે તેની સંભાવના છે.

છેલ્લા એક વર્ષમાં સ્વિગી અને ગુડગાંવમાં સ્થિત ઝોમેટો, બંને પૂંજી ભેગી કરી રહ્યા છે કારણ કે તેઓ તેમના ગ્રાહકોને સુવિધા આપે છે. ડીલ માટે વાત એવા સમયે થઇ છે જ્યારે ઉબરના હરીફ ઓલાએ ફૂડપાંડા હેઠળ તેના ખાદ્ય ધંધામાં ધીમી ગતિએ વધારો કર્યો છે અને માર્કેટીંગ અને ગ્રાહક સંપાદનના ખર્ચમાં બે તૃતિયાંશ ભાગ ઘટાડો કર્યો છે.

English summary
Swiggy Set To Acquire Uber Eats In India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X