ટાટા જૂથે સિંગુરની જમીન સરકારને પરત કરવી જોઇએ : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ટાટા મોટર્સને કહ્યું છે કે કંપનીએ તેનો કાર ઉત્પાદન પ્લાન્ટ પશ્ચિમ બંગાળમાંથી હટાવી લીધો છે. તેથી બદલાયેલી પરિસ્થિતિમાં તે સિંગુરની જમીન પરના પોતાના લીઝહોલ્ડ રાઈટ્સ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે.
ન્યાયમૂર્તિઓ એચ એલ દત્તુ અને દિપક મિશ્રાની બેન્ચે જણાવ્યું છે કે સિંગુરમાંની જમીન કાર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે મેળવવામાં આવી હતી. હવે એ મૂળ હેતુ રહ્યો નથી, કારણ કે તમે ત્યાંથી ક્યારના દૂર ગયા છો. હવે તમે એમ કહી ન શકો કે એ જમીન પર હજીય તમારા હિતો રહેલા છે. તે જમીન ખેડૂતોને પાછી આપી દેવી જોઈએ. જમીન મેળવતી વખતે તમે ચૂકવેલા નાણાં પશ્ચિમ બંગાળ સરકાર તમને પાછા આપી દે એ મામલે સોગંદનામું નોંધાવવા અમે પશ્ચિમ બંગાળ સરકારને પણ જણાવીશું.












Click it and Unblock the Notifications
