ટીસીએસ, ઇન્ફોસીસ, વિપ્રો પર H1B વિઝાના દુરુપયોગનો આરોપ

ઈમિગ્રેશન સુધારા અંગે યુએસ કોંગ્રેસમાં સેનેટ જ્યુડિશિયરી કમિટીએ સોમવારે હાથ ધરેલી સુનાવણી વખતે કહ્યું કે સેનેટર રિચર્ડ ડર્બિને કહ્યું કે H1Bનો અમુક ચોક્કસ રીતે દુરુપયોગ કરાતો હોવાનું જાણવા મળ્યું છે.
સેનેટર ડર્બિને તો ભારતની આ અગ્રણી આઈટી કંપનીઓને આઉટસોર્સિંગ કંપનીઓ તરીકે ઓળખાવી છે. તેમણે કહ્યું કે, અમેરિકાના નાગરિકોને એ જાણીને આઘાત લાગશે કે H1B વિઝાથી માઈક્રોસોફ્ટને કોઈ લાભ થવાનો નથી, પણ એને બદલે ભારતની આ કંપનીઓને થવાનો છે. આ કંપનીઓ કામદારો, એન્જિનિયરોને શોધી લાવે છે, તેઓ ત્રણ વર્ષ માટે અમેરિકામાં નીચા પગારે કામ કરે છે અને આ કંપનીઓને ફી પણ ચૂકવે છે.












Click it and Unblock the Notifications
