Tesla India Launch : ભારતમાં લોન્ચ થઈ ટેસ્લાની પહેલી કાર, જાણો કિંમત
Tesla India Launch : વિશ્વવિખ્યાત ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ટેસ્લા હવે ભારતીય બજારમાં પણ સક્રિય બની ગઈ છે. કંપનીએ ભારતમાં તેની પહેલી ઈલેક્ટ્રિક SUV Tesla Model Y લોન્ચ કરી છે.
આ કારનો શોરૂમ પ્રથમ વખત મુંબઈ શહેરમાં ખુલ્લો મુકાયો છે. હાલમાં આ મોડલ માત્ર RWD (રિયર વ્હીલ ડ્રાઈવ) વર્ઝનમાં ઉપલબ્ધ છે.

મોડલ અને કિંમતો
ટેસ્લાની નવી Model Yની કિંમત તેના વેરિઅન્ટ પ્રમાણે છે.
- Tesla Model Y RWD - ₹59.89 લાખ (એક્સ-શોરૂમ)
- Tesla Model Y Long Range RWD - ₹67.89 લાખ (એક્સ-શોરૂમ)
પર્ફોર્મન્સ અને સ્પીડ
- Model Y RWD માત્ર 5.9 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે.
- Long Range RWD આ જ ઝડપ માત્ર 5.6 સેકન્ડમાં હાંસલ કરે છે.
- બંને વર્ઝનની ટોપ સ્પીડ 201 કિમી/કલાક છે.
રેન્જ અને ડિલિવરી
- RWD વર્ઝન એક વખત ફુલ ચાર્જ પર આશરે 500 કિમીની રેન્જ આપે છે.
- જ્યારે Long Range RWDની દાવો કરેલી રેન્જ છે 622 કિલોમીટર.
- ગ્રાહકોને કારની ડિલિવરી 2025ના ત્રીજા ત્રિમાસિક (Q3)થી શરૂ થશે.
ટેસ્લાની આ કાર ખાસ કરીને ભારતીય વાહન બજારને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવી છે. કારનો ફ્યુચરિસ્ટિક લુક અને લાંબી રેન્જ તેને ઇલેક્ટ્રિક વાહન પ્રેમીઓ માટે આકર્ષક વિકલ્પ બનાવે છે.












Click it and Unblock the Notifications
