For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ચાર મોટા ઉદ્યોગો પર પડ્યો મંદીનો માર, વેચાણમાં થયો મોટો ઘટાડો

ભારતમાં આ વસ્તુઓનો વપરાશ સતત ઘટી રહ્યો છે. તેનો માર આ ચાર મોટા ઉદ્યોગો પર પડી રહ્યો છે. આ ચાર ક્ષેત્રો કેટલીકવાર ઉપભોક્તાના અર્થતંત્રને ટકાવી રાખે છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં આ વસ્તુઓનો વપરાશ સતત ઘટી રહ્યો છે. તેનો માર આ ચાર મોટા ઉદ્યોગો પર પડી રહ્યો છે. આ ચાર ક્ષેત્રો કેટલીકવાર ઉપભોક્તાના અર્થતંત્રને ટકાવી રાખે છે. મંદીના કારણે, આ પણ કથળી રહ્યા છે. આ ચાર મોટા ઉદ્યોગો બિસ્કિટ, અન્ડરગાર્મેન્ટ્સ, બાઇક અને દારૂ છે. તેમના વપરાશમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઉપભોક્તાઓ પહેલા આ વસ્તુઓની વધુ પ્રમાણમાં ખરીદી કરતા.

parle g

બિસ્કીટ ક્ષેત્રે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બિસ્કીટ કંપની પારલેએ છુટા કરવાના સંકેત આપીને મોટા ખતરાની ચેતવણી આપી છે. પારલેમાં 1 લાખ કર્મચારીઓ કામ કરે છે. દેશના સૌથી મોટી બિસ્કીટ બનાવતી કંપનીઓ પારલે-જી, મોનાકો અને મેરીના નિર્માતાઓએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં બધુ બરાબર ચાલી રહ્યું નથી. તેમણે કહ્યું કે જો મંદી ન અટકી તો તેઓ 10,000 કર્મચારીઓને છૂટા કરી શકે છે, જે મોટા પાયે હશે.

બિસ્કીટ સિવાય અન્ડરગાર્મેન્ટ્સ ક્ષેત્રમાં ઘટાડો જોવા મળ્યો છે. ઇનરવેર કંપનીઓના વેચાણમાં છેલ્લા કેટલાક સમયથી ઘટાડો થઈ રહ્યો છે. જૂનમાં તે તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: હવે પારલેમાં 10 હજાર લોકોની નોકરી પર સંકટ

અંડરગાર્મેન્ટ્સ ક્ષેત્રના ત્રિમાસિક પરિણામો છેલ્લા 10 વર્ષમાં સૌથી નબળા હતા. જોકી અન્ડરગાર્મેન્ટ વેચતી કંપની પેજ ઇન્ડસ્ટ્રીઝના વેચાણમાં ફક્ત બે ટકાનો વધારો થયો છે. વર્ષ 2008 પછીનું આ કંપનીનો વિસ્તાર સૌથી ધીમી ગતિથી થયો છે. વીઆઈપી કંપનીમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. લક્સ ફ્લેટ અને ડોલરમાં 4 ટકાનો ઘટાડો થયો છે. પુરુષોના અન્ડરગાર્મેન્ટના વેચાણમાં ઘટાડો એ દેશની નબળી અર્થવ્યવસ્થાનો સંકેત આપે છે.

આ સિવાય દારૂની ખરીદીમાં પણ ધટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો એપ્રિલથી જૂન 2019 સુધી જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં જીએસટીને કારણે વેચાણ ઝડપથી વધી રહ્યું હતું. પરંતુ હવે પરિસ્થિતિ પલટાઇ ગઈ છે. ભારતના બાઇક ઉદ્યોગમાં પણ આ ઘટાડો જોવા મળ્યો હતો. જુલાઇમાં ટૂ-વ્હીલરના વેચાણમાં 16.82 ટકાનો ઘટાડો થયો છે, જે અગાઉના મહિના કરતા ઓછો હતો. કર્મશીયલ વાહનોમાં વધુ ઘટાડો થયો છે. જેનું વેચાણ 25.71 ટકા ઘટ્યું છે.

આ પણ વાંચો: અંડર ગારમેન્ટ્સના વેચાણમાં ઘટાડાનું મંદી સાથે કનેક્શન?

English summary
The recession hit these four big businesses, huge drop in sales
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X