For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપના પહેલા પગારનો શ્રેષ્ઠ ઉપયોગ આ રીતે પણ થઇ શકે

|
Google Oneindia Gujarati News

જીવનમાં પ્રથમવાર બનતી દરેક ઘટના કોઇપણ વ્યક્તિ માટે આજીવન યાદગાર બની રહે છે. તે પછી પહેલી નોકરી હોય, પહેલો પ્રેમ હોય કે પહેલો પગાર હોય. તેના જેટલું મહત્વ કશાનું નથી હોતું. આ કારણે આપણે તેના માટે વધારે સાવધાની પણ રાખીએ છીએ. જો કે સાવધાની કરતા પણ એક્સાઇટમેન્ટ વધારે જોવા મળે છે કારણ કે ભણતર પાછળ ખર્ચ કર્યા બાદ હવે કમાવવાનો અવસર આવ્યો છે.

આવા સમયે નોકરી મળતા જ અને પહેલો પગાર હાથમાં આવે તે પહેલા જ તેનો ઉપયોગ ક્યાં કરવો અને કેવી રીતે કરવો તે અંગે વિચાર કરવાના શરૂ કરી દઇએ છીએ. જો કે ઉત્સાહમાં આવીને ખર્ચ કરવાને બદલે આપે સમજણ પૂર્વક તેનો શ્રેષ્ઠ ઉપયોગ ક્યાં થઇ શકે છે તે વિચારવું જોઇએ. કારણ કે ઉત્સાહમાં આવીને બેદરકારીપૂર્વક કરેલો ખર્ચ આપને આનંદને બદલે તણાવ આપી શકે છે.

આપનો પહેલો પગાર ખર્ચ કરવાનો રોમાંચ યાદગાર રહે તે માટે અમે કેટલીક ઉપયોગી ટિપ્સ આપી રહ્યા છીએ જે માત્ર પહેલી સેલરી નહીં પરંતુ તમે જ્યાં સુધી કામ કરશો ત્યાં સુધી ઉપયોગી બની રહેશે...

સુઆયોજન કરો

સુઆયોજન કરો


બધાની પ્રથમ સેલરી ખર્ચ કરવાની તાસીર અલગ અલગ હોય છે. કેટલાક લોકો પોતાની પ્રથમ સેલરી માતા પિતાના ચરણમાં મૂકવાનું પસંદ કરે છે. કેટલાક લોકો મંદિરમાં ચઢાવો ચઢાવે છે. તો કેટલાક લોકો સમગ્ર પગાર શોપિંગ પાછળ ખર્ચે છે. મોટા ભાગે લોકો પોતાની પ્રથમ સેલરી સમજણપૂર્વક ખર્ચવાને બદલે ભાવનાશીલ બનીને ખર્ચે છે. આખા મહિનાનો પગાર એક દિવસમાં વપરાઇ ના જાય તે માટે શું કરવું તે જાણવા આગળ વાંચો...

બજેટ બનાવો

બજેટ બનાવો


તમે એક મહિનો કામ કરો છો ત્યારે તમને અંદાજ આવે છે કે ઘરથી ઓફિસ જવા આવવા તેમજ અન્ય બાબતો પાછળ અંદાજે કેટલો ખર્ચ થાય છે. આ ઉપરાંત અન્ય ખર્ચાનો તમારી પાસે અંદાજિત હિસાબ હોય છે. જેમ કે એકલા રહેનારાઓને ખાવાનો, રૂમ ભાડે રાખવાનો, મોબાઇલ રિચાર્જ વગેરે. આ ઉપરાંત અન્ય માસિક જરૂરી ખર્ચા એક કાગળ પર લખી તમારી આવક અને જાવકનું સરવૈયું તૈયાર કરો. તેના આધારે પગાર આવતા ખર્ચની રકમ બાજુ પર મુકી બાકીની રકમ તમે ઉજવણી કરવા માટે વાપરી શકો છો.

ઇએમઆઇ અને ઇન્શ્યોરન્સ જરૂરી છે

ઇએમઆઇ અને ઇન્શ્યોરન્સ જરૂરી છે

આપની સેલરી આવવાની શરૂ થાય એ સાથે જ હેલ્થ ઇન્શ્યોરન્સ અને જીવનવીમા પોલીસી લેવી જોઇએ. ઓછી ઉંમરે આ પોલિસી લેવાનો ફાયદો એ છે કે તે ઓછા પ્રિમિયમે મળે છે. જીવનવીમા માટે ટર્મ પોલિસી લેવી ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત પહેલાથી આપની લોન ચાલી રહી છે અને આપ તેની નિયમિત ચૂકવણી કરવા માંગો છો તો ઇએમઆઇ શરૂ કરાવી દેવું જોઇએ.

કર, બચત અને રોકાણ

કર, બચત અને રોકાણ


આપના પગારની સાથે કર, બચત અને રોકાણ ત્રણે બાબતનો વિચાર પણ કરી લેવો જોઇએ. ભવિષ્ય સુરક્ષિત બનાવવા માટે આ ત્રણે બાબતો મહત્વની છે. બચત અને રોકાણ પણ સમજી વિચારીને એક જ જગ્યાએ કરવાને બદલે જુદી જુદી જગ્યાએ કરવું જોઇએ. કેટલીક બચત અને રોકાણ આપને ઇન્કમટેક્સમાં ફાયદો કરાવે છે.

આ બાબતોનું પણ ધ્યાન રાખો

આ બાબતોનું પણ ધ્યાન રાખો


જો આપની આવક નક્કી હોય તો ખર્ચ પણ પ્લાનિંગ સાથે કરો. આ માટે જેટલી ચાદર તેટલા પગ લાંબા કરવાની વાત હંમેશા યાદ રાખશો તો આર્થિક સંકડામણ અનુભવાશે નહીં. બીજી ખાસ વાત એ છે કે સેલરી આવે એટલે દર મહિનાના નક્કી કરેલા ખર્ચની રકમ બાજુ પર મૂકી દેવી ત્યાર બાદ આખો મહિનો ચાલે તે રીતે બાકીની રકમ ખર્ચ કરવી.

English summary
Tips for best use of your salary.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X