For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

What an Idea Sirji : સોનાની દાણચોરી ઘટાડવા શરૂ કરો ગોલ્ડ બેંક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 જુલાઇ : ભારતની ઔદ્યોગિક સંસ્થા એસોચેમે તેના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતમાં પીલી ધાતુ એટલે કે સોનાની દાણચોરી ઘટાડવા માટે સરકારે ગોલ્ડ બેંક અને શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોની મદદથી ગોલ્ડ ડિપોઝિટ એકાઉન્ટ જેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ.

આ અંગે ઉદ્યોગ સંગઠને એક દરખાસ્ત નાણા પ્રધાન અરૂણ જેટલીને સોંપી છે અને અપીલ કરી છે કે આગામી બજેટમાં તેનો સમાવેશ કરવામાં આવે.

આ અંગે એસોચેમના અધ્યક્ષ રાણા કપૂરે જણાવ્યું કે 'આ ગોલ્ડ બેંકો ઓફશોરમાં વિદેશી ચલણ પ્રાપ્ત કરીને સોનું મેળવી આપશે કે જાળવી રાખશે. ગોલ્ડ બેંક પાસેથી સોનુ મેળવીને શિ઼ડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો તેમના છુટક ગ્રાહકોને ગોલ્ડ ડિપોઝિટ એકાઉન્ટની સુવિધા આપી શકશે. આ અંગેની જાહેરાત નાણા મંત્રી બજેટમાં કરી શકે છે.'

આ યોજનામાં ગ્રાહક તરફથી નાણા કે સોનાના ઘરેણા એમ બંને પ્રકારે ચૂકવણી કરી શકાશે. તેના કારણે સોનાની વધતી માંગણીને પહોંચીવળવામાં અને ઘરેણા સિવાયના સોનાના ભારતમાં રહેલા વર્તમાન સ્ટોકનો ઉપયોગ કરી શકાશે.

English summary
To minimise gold smuggling, set up gold bank, gold deposit AC : Assocham
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X