For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રાવેલ અને ટુરિઝમથી પૈસા કમાવવાના 10 આઈડિયા

અમેરિકાના મોટા ભાગના રાજ્યોમાં ટ્રાવેલ અને ટુરિઝમ વ્યવસાયથી થતી આવકનો હિસ્સો મોટા પ્રમાણમાં છે. અને આવું જ વિશ્વના અન્ય દેશોમાં પણ છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના મોટા ભાગના રાજ્યોમાં ટ્રાવેલ અને ટુરિઝમ વ્યવસાયથી થતી આવકનો હિસ્સો મોટા પ્રમાણમાં છે. અને આવું જ વિશ્વના અન્ય દેશોમાં પણ છે. યાત્રા અને પ્રવાસ ઉદ્યોગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે. આ ઉદ્યોગથી મળતી તક બે લોકો વચ્ચે સેવાના વિતરણ અને વસ્તુના વેચાણમાં કાપ મૂકે છે.

ટુરિસ્ટ ગાઈડ

ટુરિસ્ટ ગાઈડ

યાત્રા અને પ્રવાસન સંબંધી વ્યવસાયમાં ટુરિસ્ટ ગાઈડ એક એવો વ્યવસાય છે, જેમાં કોઈ રોકાણ કે પછી માત્ર નામના રોકાણ દ્વારા શરૂ કરી શકાય છે. તમામ યોગ્યતાઓ વચ્ચે આ વ્યવસાયમાં સફળતા મેળવવા માટે તમને ઓછામા ઓછી એક વિદેશી ભાષા આવડવી જોઈએ. અંગ્રેજી, ફ્રેંચ, સ્પેનિશ, ચાઈનીઝ, પોર્ટુગીઝ, કે જર્મનમાંથી કોઈ એક ભાષા આવડવી જરૂરી છે. આ ઉપરાંત તમને સંબંધિત વિસ્તારની પણ માહિતી હોવી જોઈએ.

એક વખત તમે ટ્રાન્સલેશન કરવામાં કે સમજાવવામાં કુશળ બની જાવ, તો પછી તમારે જે તે ટુરિસ્ટ પ્લેસ પર પોતાની જગ્યા બનાવવાની રહેશે. આ માટે કોઈ હોટલ કે પછી ટ્રાવેલ્સ એન્ડ ટુર કંપનીના રેફરન્સથી પણ તમે પર્યટકો સુધી પહોંચી શકો છો.

રેસ્ટોરન્ટ અને બાર

રેસ્ટોરન્ટ અને બાર

રેસ્ટોરન્ટ અને બાર પણ પર્યટન ઉદ્યોગ અંતર્ગત આવતો જ વ્યવસાય છે. જો કે મોટા ભાગના પ્રવાસીઓ ત્યાં જ જમવાનું પસંદ કરે છે કે જે જગ્યાઓ વિશે તેમને ખ્યાલ હોય. પરંતુ જો તમે પોતાના રેસ્ટોરન્ટમાં વેચાતા ભોજનમાં કેટલીક સ્થાનિક વાનગીઓ પણ સામેલ કરી લો તો તમને ફાયદો થશે. કેટલાક પ્રવાસીઓ જે જગ્યાની મુલાકાત લે તે જગ્યાની ઓળખ સમાન વાનગી ચાખવું જરૂરી સમજે છે. એટલે જ જો તમારી રેસ્ટોરન્ટ ટુરિસ્ટ સ્પોટ પર હોય તો તમારા મેનુમાં સ્થાનિક વાનગી જરૂર સામેલ કરો.

હોટેલ અને લોન્જ

હોટેલ અને લોન્જ

મુસાફરો જ્યારે કોઈ જગ્યાની મુલાકાત લે તો રહેવા માટે હોટેલ કે લોજની જરૂર પડે જ છે. અથવા એવું પણ બની શકે કે તેમને ફરવાના સમય દરમિયાન કોઈ હોસ્ટ મળી જાય જે તેમની રહેવાની વ્યવસ્થા કરે. એટલા માટે જ હોટેલ કે લોજ પણ ટુરિસ્ટ ક્ષેત્રમાં ચાલતો મહત્વનો વ્યવસાય છે.

કોઈ પણ ટુરિસ્ટ ટૂર પર જતા પહેલા પ્રવાસન સ્થળ આસપાસ હોટલ અને લોજ અંગે જરૂર તપાસ કરશે. જે સ્થળો પર સારી હોટેલ કે લોજ ન હોય, તેવા સ્થળો પર જવાનું પ્રવાસીઓ ઓછું પસંદ કરે છે. એટલે જ એક પર્યટકની દ્રષ્ટિએ જો તમે ટાવેલ્સ અને ટુરિઝમ સંબંધી ધંધો ચાલુ કરવાનું વિચારી રહ્યા હો તો હોટેલમાં રોકાણ કરવાનો વિકલ્પ ઉત્તમ છે.

ટેક્સી કે બસનો વ્યવસાય

ટેક્સી કે બસનો વ્યવસાય

ટેક્સી કે બસનો વ્યવસાય પણ ટુરિસ્ટ ઉદ્યોગ માટે મહત્વનો છે. પ્રવાસીઓ એક ટુરિસ્ટ પોઈન્ટ પરથી બીજા ટુરિસ્ટ પોઈન્ટ પર જવા માટે ટેક્સી કે બસની જરૂર પડે જ છે. તો એરપોર્ટ કે રેલવે સ્ટેશનથી હોટેલ કે હોટેલથી એરપોર્ટ રેલવે સ્ટેશન જવા માટે પણ ટેક્સી કે બસની જરૂર પડે છે.

ભાડે વાહન આપવાનો વ્યવસાય

ભાડે વાહન આપવાનો વ્યવસાય

ભાડા પર વાહનો આપવાનો વ્યવસાય ટૂર અને ટ્રાવેલ્સ ક્ષેત્રનો ઉત્તમ વિકલ્પ છે. જેમાં વધુ લાભ થઈ શકે છે. એવા ઘણા વાહનો છે જેને પ્રવાસીઓ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ભાડે લઈ શકે છે. કાર, સ્કૂટર, સ્પીડ બોટ, ડોંગી, કે પછી ઘોડા, અને ઉંટ. પરંતુ કોઈ પણ ટુરિસ્ટ પ્લેસ પર આ વ્યવસાય શરૂ કરવા માટે બજારનો સર્વે જરૂરી છે. જેથી જે તે વિસ્તારમાં કયું વાહન વધુ ઉપયોગી છે તે જાણી શકાય. એક વખત તમે આ માહિતી મેળવી લો તો પછી તમારે પૂરતી સંખ્યામાં વાહનો ભેગા કરીને વ્યવસાય શરૂ કરવાનો રહેશે.

ફોટોગ્રાફી વ્યવસાય

ફોટોગ્રાફી વ્યવસાય

ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારતા હોય તો ફોટોગ્રાફી પણ ઉત્તમ વિકલ્પ છે. મોટાભાગે પ્રવાસીઓ સારા સ્થળો અને મોન્યુમેટ્સ જોતા સમયે પોતાના કેમેરા સાથે જ રાખે છે, પરંતુ જો ક્યારેક તેઓ પ્રોફેશનલ ફોટોગ્રાફરની મદદ લેવા ઈચ્છતા હોય તો તે ખુશીથી સ્વીકારશે. એટલા માટે ફોટોગ્રાફી ટુરિસ્ટ ક્ષેત્રમાં સફળ થઈ શકે તેવો વ્યવસાય છે. જો તમે એક પ્રોફેશનલ ફોટોગ્રાફર છો તો તમે પોતાનો ફોટોગ્રાફી વ્યવસાય શરૂ કરી શકો છો. જો તમે ટુરિસ્ટ વિસ્તારમાં રહેતા હોય, તો કોઈ ટ્રાવેલ એન્ડ ટુર કંપની સાથે ભાગીદારી કરીને તેમના સત્તાવાર ફોટોગ્રાફર બની શકો છો.

નાઈટ ક્લબ

નાઈટ ક્લબ

નાઈટ ક્લબ, પ્રવાસન ઉદ્યોગમાં સામેલ થવા માટે મહત્વનો વ્યવસાય છે. આ ઈન્ડસ્ટ્રીમાં નવો વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા લોકો આ વ્યવસાય અપનાવી શકે છે. નાઈટ ક્લબનો વય્વસાય ફાયદાકારક રહે છે. પરંતુ આ વ્યવસાય તમામ પ્રકારના ટુરિસ્ટ પ્લેસ પર ન ચાલી શકે. ખાસ કરીને નાના શહેરો જ્યાંની જીવન શૈલી શાંત હોય ત્યાં નાઈટક્લબ ન ચાલી શકે. એટલે આ વ્યવસાય શરૂ કરતા પહેલા બજારનો સર્વે જરૂર કરી લો.

લગેજ ડિલીવરી સેવા

લગેજ ડિલીવરી સેવા

એક અન્ય વ્યવસાયના રૂપમાં લગેજ ડિલીવરી સેવાનો વ્યવસાય પણ પ્રવાસન ક્ષેત્રમાં નફાકારક બની શકે છે. લગેજ ડિલીવરી સેવાઓ પ્રવાસીઓને સામાન લાવવા લઈ જવામાં અને સુરક્ષા ઘેરામાંથી નીકળવાની પરેશાનીમાંથી મુક્ત કરી શકે છે. લગેજ ડિલીવરી સેવાઓ પોતાના ગ્રાહકોના સામાન માટે મુસાફરી પણ કરવી પડે છે.

બ્લોગ લખો

બ્લોગ લખો

પ્રવાસન ક્ષેત્રમાં પૈસા બનાવવા માટે કોઈ પણ રોકાણ વગરનો વ્યવસાય છે બ્લોગ. ટ્રાવેલ સંબંધતિ બ્લોગ લખવાનો શરૂ કરો. જાણીને આશ્ચર્ય થશે કે આવા લોકોની સંખ્યા ખૂબ જ છે જે બ્લોગ દ્વારા કમાણી કરી રહ્યા હોય. જો તમે પ્રવાસન ક્ષેત્રમાં પ્રોફેશનલ છો કે પછી આ અંગે તમને સારી જાણકારી છે તો તમે બ્લોગ લખવાનો શરૂ કરી શકો છો.

પ્રવાસન ક્ષેત્રમાં સલાહનો વ્યવસાય

પ્રવાસન ક્ષેત્રમાં સલાહનો વ્યવસાય

પ્રવાસન ક્ષેત્રમાં સલાહ આપવાનો વ્યવસાય પણ લાભદાયક બની શકે છે. જો તમારી પાસે આ ક્ષેત્રની યોગ્યતા અને અનુભવ છે તો તમે સરળતાથી આ વ્યવસાય અપનાવી શકો છો. એવા ઘણા ગ્રાહકો છે, જે ફરવા જતા પહેલા પ્રોફેશનલ્સની સલાહ લે છે. તમારા ગ્રાહકોમાં વ્યવાસાયિક સંગઠનોથી લઈ સરકારી એજન્સીઓ અને સોલો ટ્રાવેલર્સથી લઈ ટૂર ઓપરેટર્સ પણ હોઈ શકે છે. આ ઉદ્યોગમાં પૈસા કમાવાની આ ઉત્તમ રીત છે.

English summary
Top 10 Travel & Tourism Business ideas for 2018 in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X