For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં સોનામાં રોકાણ કરવાની ટોપ 5 ટિપ્સ

|
Google Oneindia Gujarati News

ભારતમાં ઘરેણા મારફતે સોનામાં રોકાણ કરવાનું ચલણ છે. જો કે છેલ્લા એક દાયકમાં સોનામાં રોકાણ કરવાની તકોમાં અનેક રીતે વધારો થયો છે. રોકાણનું સ્વરૂપ પણ બદલાયું છે. આ નવી તકો અનુસાર ભારતમાં સોનામાં રોકાણ કરવાની 5 ટિપ્સ આ મુજબ છે...

ગોલ્ડ ફ્યુચર્સ

ગોલ્ડ ફ્યુચર્સ


આપ ગોલ્ડ ફ્યુચર્સ મારફતે સોનુ ખરીદી શકો છો. તેનો સોદા MCX પર થાય છે. આ ભાવ સોનાના ફ્યુચર ભાવ પર કરવામાં આવે છે. તેમાં પૂર્વ નિર્ધારિત સમય મુજબ કરાર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે સપ્ટેમ્બર એક્સપાયરીનો ગોલ્ડ કોન્ટ્રાક્ટ ખરીદો છો તો તમારે સપ્ટેમ્બર સુધીમાં તેની ચૂકવણી કરવાની રહેશે. ગોલ્ડ ફ્યુચરમાં રોકાણ જોખમી હોય છે. કારણ કે તમને ખોટ જતી હોય તો પણ તમારે કોન્ટ્રાક્ટ સેટલ કરવો પડે છે. જો કે સોનાના સિક્કા કે લગડીને તમે આગળ ખેંચી શકો છો.

ગોલ્ડ ઇટીએફ્સ

ગોલ્ડ ઇટીએફ્સ


માર્કેટમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs)નો પણ વિકલ્પ ઉપલબ્ધ છે. ફિઝિકલ ગોલ્ડ કરતા ગોલ્ડ ઇટીએફને વધારે સુરક્ષિત અને લાભદાયક માનવામાં આવે છે. તેનું વેચાણ, તે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં હોય છે અને તે ચોરાઇ જવાનો કોઇ ભય નથી. તેના માટે લોકરમાં રોકાણ કરવાની જરૂર નથી.

સોનાના સિક્કા અને સોનાની લગડી

સોનાના સિક્કા અને સોનાની લગડી


આપ સોનાના સિક્કા અને સોનાની લગડી ખરીદી શકો છો. જો કે બેંકોમાંથી ખરીદેલા સોનાના સિક્કા અને લગડીની ગુણવત્તાની ખાતરી મળે છે. બીજી તરફ જ્વેલર્સ પણ સારી ગુણવત્તા અને શુદ્ધ સોનાને ઓછી કિંમતે આપતા હોય છે. જો કે સોનાના સિક્કા અને લગડીઓમાં રોકાણ ફાયદાકારક માનવામાં આવતું નથી કારણ કે ભાવ ઘટતા તમારે ખોટ સહન કરવી પડી શકે છે.

ઇ ગોલ્ડ

ઇ ગોલ્ડ


તમે શેરમાં જે રીતે રોકાણ કરો છો તેવી રીતે ઇ ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. આ રીતે સોનુ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં કે ડીમેટ સ્વરૂપે ખરીદી શકાય છે. આ સૌથી સસ્તો અને શ્રેષ્ઠ માર્ગ છે.

સોનાના ધરેણા

સોનાના ધરેણા


સોનાના ધરેણા એ સોનામાં રોકાણ કરવાની વર્ષો જુની પરંપરા છે. જો કે હવે રોકાણકારો તેના દ્રારા રોકાણ કરવાનું પસંદ કરતા નથી. હવે લોકો લગ્ન પ્રસંગ કે જન્મદિન માટે જ આ રીતે સોનુ ખરીદે છે.

English summary
Top 5 tips invest in gold in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X