For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : શેર બજારમાં માર્કેટ ઓર્ડર અને લિમિટ ઓર્ડર વચ્ચેનો તફાવત

|
Google Oneindia Gujarati News

શેરબજારમાં જ્યારે પણ આપ શેર્સની લે વેચ કે ખરીદ વેચાણ કરો છો ત્યારે આપ ઓર્ડરના માત્ર બે પ્રકારમાંથી એક પ્રકારે ઓર્ડર આપી શકો છો. આ ઓર્ડર માર્કેટ ઓર્ડર હોઇ શકે અથવા લિમિટ ઓર્ડર હોઇ શકે. આ બંને વચ્ચે તફાવત શું છે તે જાણવા અને સમજવા માટે આગળ ક્લિક કરો...

શેર્સનો માર્કેટ ઓર્ડર શું છે?

શેર્સનો માર્કેટ ઓર્ડર શું છે?


ભારતમાં જ્યારે પણ આપ કોઇ શેર માટે માર્કેટ ઓર્ડર આપો છો ત્યારે તે પૂર્વનિર્ધારિત દરોને બદલે વર્તામન અથવા પ્રચલિત મૂલ્યએ ખરીદો કે વેચો છો.

માર્કેટ ઓર્ડરનું ઉદાહરણ

માર્કેટ ઓર્ડરનું ઉદાહરણ


આપણે માર્કેટ ઓર્ડરને સમજવા એક ઉદાહરણ જોઇએ. દાખલા તરીકે આપને ICICI બેંકના શેર ખરીદવા છે. તેની વર્તમાન માર્કેટ પ્રાઇસ રૂપિયા 1400 (બાય ક્વોટ)છે. જ્યારે તેની વર્તમાન વેચાણ કિંમત 1410 રૂપિયા (બાય સેલ) છે. હવે જ્યારે આપ કહો છો કે માર્કેટ ભાવે ખરીદવા છે ત્યારે આપ રૂપિયા 1410ના ભાવે ખરીદશો કારણ કે માર્કેટમાં આ ભાવે એટલે કે રૂપિયા 1410ના ભાવે વેચનારા ઉપલબ્ધ છે.

શેર્સનો લિમિટ ઓર્ડર શું છે?

શેર્સનો લિમિટ ઓર્ડર શું છે?


લિમિટ ઓર્ડર શેરમાં આપ ઇચ્છો તે ભાવે શેરનું ખરીદ વેચાણ કરી શકો છો.

લિમિટ ઓર્ડરનું ઉદાહરણ

લિમિટ ઓર્ડરનું ઉદાહરણ


આપણે લિમિટ ઓર્ડરને સમજવા માટે એક ઉદાહરણ જોઇએ. દાખલા તરીકે ઇન્ફોસિસના એક શેરની બજાર કિંમત રૂપિયા 3800 છે. આપને લાગે છે કે આ ઊંચી કિંમત છે એટલે આપ રૂપિયા 3750નો લિમિટ ઓર્ડર આપો છો. એટલે કે જ્યારે શેરનો ભાવ રૂપિયા 3750 થશે ત્યારે તે ખરીદાશે. જો માર્કેટમાં રૂપિયા 3750ના ભાવે શેર ખરીદનાર કોઇ નહીં હોય તો આપનો ઓર્ડર પૂરો નહીં થાય.

ગેરફાયદા શું છે?

ગેરફાયદા શું છે?


માર્કેટ ઓર્ડરની મર્યાદા એ છે કે તેમાં આપ જાણી શકતા નથી કે આપ શેર ખરીદી કે વેચી શકશો કે નહીં. એવી જ રીતે લિમિટ ઓર્ડરમાં આપ જે કિંમત ધારો છો તેમાં કોઇ ખરીદ વેચાણ કરશે કે નહીં તે પણ અનિશ્ચિત છે.

શું કરવું જોઇએ?

શું કરવું જોઇએ?


જ્યારે પણ માર્કેટ ઓર્ડર આપવો કે લિમિટ ઓર્ડર આપવાની મુંઝવણ ઉભી થાય ત્યારે આપની અનુકૂળતા પહેલા જોવી જોઇએ. આ બાબતનો નિર્ણય આપના પર નિર્ભર કરે છે. આપ આપની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઓર્ડર આપી શકો છો.

English summary
Understanding the difference between market order and limit order of shares.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X