Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Union Budget 2021: ઉજ્વલા યોજનાનો વિસ્તાર, 1 કરોડ લોકોને FREE ગેસ કનેક્શન

કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કહ્યુ કે ઉજ્વલા સ્કીમનો વિસ્તાર કરવામાં આવશે.

Union Budget 2021: નાણામંત્રી નિર્મલા સીતારમણે( Finance Minister Nirmla Sitharaman) આજે દશકનુ પહેલુ બજેટ સંસદમાં રજૂ કર્યુ. 2021-22 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કહ્યુ કે ઉજ્વલા સ્કીમનો વિસ્તાર કરવામાં આવશે જેથી આમાં 1 કરોડ વધુ લાભાર્થીને શામેલ કરી શકાય. એટલે કે મફત રસોઈ ગેસ આપવાની ઉજ્વલા યોજનાને 1 કરોડ વધુ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે.

ujjwala

નાણામંત્રી સીતારમણે કહ્યુ કે કોવિડ-19 લૉકડાઉન દરમિયાન ઈંધણની આપૂર્તિ કોઈ અડચણ વિના ચાલતી રહી. તેમણે આગળ કહ્યુ કે ઑટો મોબાઈલ્સને સીએનજી ઉપલબ્ધ કરાવવા માટે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને ઘરોમાં પાઈપ કુકિંગ ગેસનો વિસ્તાર 100 વધુ જિલ્લાઓ સુધી કરવામાં આવશે. શહેરના ગેસ વિતરણ માટે આવતા 3 વર્ષોમાં વધુ 100 જિલ્લા જોડવામાં આવશે. એક સ્વતંત્ર ગેસ પરિવહન પ્રણાલી ઑપરેટરની સ્થાપના કરવાની છે.

સીતારમણે ગેસ આધારિત અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે ગેસ પાઈપલાઈનોમાં સામાન્ય વાહક ક્ષમતાને વિનિયમિત કરવા માટે એક પરિવહન પ્રણાલી ઑપરેટર (TSO) ની પણ ઘોષણા કરી. 2021-22 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કહ્યુ કે મફત રસોઈ ગેસ યોજના ઉજ્વલાને 1 કરોડ વધુ લાભાર્થીઓ સુધી વધારવામાં આવશે. એફએમ સીતારમણે કહ્યુ કે કોવિડ-19 લૉકડાઉન દરમિયાન ઈંધણની આપૂર્તિ કોઈ અડચણ વિના ચાલતી રહી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X