For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યુ બજેટ, વિકાસ દર 9.27% રહેવાનુ અનુમાન

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે(મંગળવાર) લોકસભામાં મોદી સરકારનુ 10મુ અને પોતાના બીજા કાર્યકાળનુ ચોથુ બજેટ રજૂ કર્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે(મંગળવાર) લોકસભામાં મોદી સરકારનુ 10મુ અને પોતાના બીજા કાર્યકાળનુ ચોથુ બજેટ રજૂ કર્યુ. બજેટ 2022માં દેશનો વિકાસ દર 9.27 ટકા રહેવાનુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે વર્તમાન વર્ષમાં ભારતનો આર્થિક ગ્રોથનુ લગાવવામાં આવેલુ અનુમાન વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે. બજેટમાં ખેડૂતોનુ પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે. નાણામંત્રીએ જણાવ્યુ કે ખેડૂતોની આવક વધારવા માટે પીપીપી મોડમાં યોજના શરુ કરવામાં આવશે.

nirmala

નાણામંત્રીએ કહ્યું કે સર્વગ્રાહી વિકાસ એ અમારું લક્ષ્ય છે. આ બજેટ 25 વર્ષ માટે વિકાસની દિશા નક્કી કરશે. કોરોના મહામારીના સંકટ બાદ દેશ ઝડપથી સાજા થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આ દેશની આઝાદીના અમૃત મહોત્સવનું વર્ષ છે. એર ઈન્ડિયા એક્સચેન્જ પૂર્ણ થઈ ગયું છે. LICનો IPO ટૂંક સમયમાં આવશે. દેશમાં 30 લાખ વધારાની નોકરીઓનું સર્જન થવાની સંભાવના. આ બજેટ 100 વર્ષ માટે માળખાકીય સુવિધામાં વધારો કરશે. પીએમ ગતિશક્તિએ અર્થવ્યવસ્થાના વિકાસને વેગ આપ્યો છે. 60 લાખ નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. સ્વચ્છ ઉર્જા, આબોહવા અમારી પ્રાથમિકતામાં છે. આગામી 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો ટ્રેક પર દોડશે.નાણામંત્રીએ કહ્યું કે આ ટ્રેનો આગામી ત્રણ વર્ષમાં ચલાવવામાં આવશે. આ સિવાય 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે PPP મોડલ પર રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.

નાણામંત્રીએ કહ્યું કે જાહેર રોકાણમાં તીવ્ર વધારો થયો છે અને મૂડી ખર્ચમાં પણ વધારો થયો છે. તેમણે કહ્યું કે આ બજેટમાં યુવાનો, મહિલાઓ અને ખેડૂતોની સાથે એસસી-એસટીને પણ ફાયદો થશે. બજેટમાં રાસાયણિક મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ બજેટથી યુવાનો, મહિલાઓ, ખેડૂતો, SC, STને ફાયદો થશે અને PM ગતિ શક્તિ માસ્ટર પ્લાન દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે જાહેર રોકાણમાં તીવ્ર વધારો થયો છે અને મૂડી ખર્ચમાં પણ વધારો થયો છે. આ બજેટ અર્થવ્યવસ્થાની બ્લુપ્રિન્ટ આપશે, જેના દ્વારા ભારત 75 વર્ષથી આઝાદીના 100 વર્ષ સુધીની સફર કરશે.

English summary
Union Budget 2022 Finance Minister Nirmala said India's growth is estimated to be at 9.27%
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X