For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2022 : નાણાં પ્રધાન સીતારમણની જાહેરાત, સરકારે રાખ્યો 60 લાખ નોકરીઓનો લક્ષ્યાંક

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, સરકાર નોકરીઓ માટે મોટા પાયે કામ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

Union Budget 2022 : કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, સરકાર નોકરીઓ માટે મોટા પાયે કામ કરી રહી છે. મંગળવારના રોજ કેન્દ્રીય બજેટ 2022 રજૂ કરતા નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, સરકારનું આગામી લક્ષ્ય 60 લાખ નોકરીઓનું સર્જન કરવાનું છે. વડાપ્રધાન ગતિ શક્તિ અર્થતંત્રને આગળ વધારશે અને યુવાનો માટે વધુ નોકરીઓ અને તકો તરફ દોરી જશે.

સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન આપવામાં આવશે

સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન આપવામાં આવશે

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અંતર્ગત યુવાનોને 16 લાખ નોકરીઓ આપવામાં આવશે.

પ્રોડક્શન લિંક્ડઇન્સેન્ટિવ સ્કીમ 60 લાખ નવી નોકરીઓનું સર્જન કરશે.તેનાથી આગામી પાંચ વર્ષમાં 60 લાખ રોજગારીની તકો ઊભી થશે.

આ સિવાય સરકાર 30 લાખ અન્યનોકરીની તકો પણ ઊભી કરશે. આ ઉપરાંત સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.

આગામી 25 વર્ષ માટે બજેટનો આધાર

આગામી 25 વર્ષ માટે બજેટનો આધાર

નાણાં પ્રધાન સીતારમણે બજેટ વિશે જણાવ્યું હતું કે, આ બજેટથી ભારતને આગામી 25 વર્ષનો પાયો મળશે.

વર્ષ 2022-2023ની બજેટ જોગવાઈઓ માટે, તેમણેડિજિટલ યુનિવર્સિટીની સ્થાપનાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.

PM eVidya હેઠળ, નાણાં મંત્રીએ એક વર્ગ, એક ટીવી ચેનલ પ્રોગ્રામને વર્તમાન 12 થી 200 ટીવી ચેનલસુધી વિસ્તારવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

નાણાકીય વર્ષ 2022-23માં ઈ પાસપોર્ટ જાહેર કરવામાં આવશે

નાણાકીય વર્ષ 2022-23માં ઈ પાસપોર્ટ જાહેર કરવામાં આવશે

કોરોના મહામારીને કારણે શિક્ષણ પ્રણાલીને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આવું પગલું ભરવાની જાહેરાત કરી છે, જેથી ડિજિટલ શિક્ષણનો વિસ્તાર કરીશકાય.

આ ઉપરાંત નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે, નાગરિકોની સુવિધા માટે ઈ પાસપોર્ટ શરૂ કરવામાં આવશે.

નાણાં પ્રધાન જણાવ્યું હતું કે,નાણાકીય વર્ષ 2022-23માં ઈ પાસપોર્ટ જાહેર કરવામાં આવશે.

English summary
Union Budget 2022 : Finance Minister Sitharaman's announcement, the government has set a target of 60 lakh jobs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X