For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2022 : બજેટની જાહેરાત બાદ શેરબજારમાં ફરી ઉછાળો

મંગળવારના રોજ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં જ્યાં આગામી 25 વર્ષનો પાયો નાંખવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

Union Budget 2022 : મંગળવારના રોજ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં જ્યાં આગામી 25 વર્ષનો પાયો નાંખવામાં આવ્યો છે. આવા સમયે વર્તમાન બજેટમાં નાણાં પ્રધાને રોજગાર, આવાસ અને શિક્ષણ વગેરેને લઈને ઘણી મોટી જાહેરાતો કરી છે. આ બજેટમાં જ્યાં મધ્યમ વર્ગ ફરીથી ખાલી હાથે છે, ત્યાં યુવાનો માટે 60 લાખ રોજગારીની તકો ઊભી કરવાનું વચન આપવામાં આવ્યું છે.

bse

શેર બજારની જાહેરાત બાદ શેર બજારમાં અસ્થિરતા જોવા મળી હતી. જ્યાં શેરોએ માર્કેટમાં ડૂબકી લગાવી હતી, ત્યાં સ્થિતિ પણ રિકવર થતી જોવા મળી હતી. આ પહેલા બજાર સારી ઓપનિંગ સાથે ખુલ્યું હતું, ત્યારબાદ બજેટ સ્પીચ દરમિયાન થોડો ઘટાડો જોવા મળ્યો હતો અને પછી તે લીલા નિશાન પર પહોંચી ગયો હતો.

બેન્ચમાર્ક ઈન્ડેક્સ પર નજર કરીએ તો બપોરે 1.15 વાગ્યે સેન્સેક્સ 164.92 પોઈન્ટ ઘટી ગયો હતો. બજેટ સ્પીચ દરમિયાન સેન્સેક્સ 57,737.66 પોઈન્ટ પર પહોંચ્યો હતો. બીજી તરફ નિફ્ટી 17,451.65 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. જો કે, બજેટની જાહેરાતો પછી, સેન્સેક્સમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે હજૂ પણ 218 પોઈન્ટ ઉપર છે.

આ 4 કંપનીઓની થઇ ગઇ ચાંદી

બજેટની જાહેરાત બાદ ચાર કંપનીઓની ચાંદી થઈ ગઈ છે. રસ્તાઓનું નિર્માણ કરતી ઇન્ફ્રા કંપનીઓના શેરમાં વધારો જોવા મળશે. સરકારે આ બજેટમાં મૂડી ખર્ચનો અંદાજ વધારીને 7.5 લાખ કરોડ કર્યો છે. આ જાહેરાત ઇન્ફ્રા કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે છે. આ સાથે જ સ્ટીલ કંપનીઓને પણ બજેટનો ફાયદો થવાનો છે.

હકીકતમાં સરકારે આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતિમાં સ્ટીલ કંપનીઓના ઉત્પાદનોની માગ વધશે.

બજેટમાં ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી

આ સિવાય પ્લાસ્ટિક પાઈપ આપતી કંપનીઓને લાભ મળશે. બજેટમાં સરકારે 60 હજાર કરોડ રૂપિયાની હર ઘર નલ સે જલ યોજનાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં માગ વધવાને કારણે આ કંપનીઓની ચાંદી થવાની છે. આ સાથે જ ખાનગી ફાઇનાન્સ કંપનીઓને પણ આ બજેટથી ફાયદો થવાનો છે. બજેટમાં ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે. જેનો ફાયદો ફાયનાન્સ કંપનીઓને થશે.

English summary
Union Budget 2022: Stock market rebounds after announcement of budget 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X