US Stock Market : ટ્રમ્પના નવા એલાનથી અમેરિકી શેરબજારમાં ઉત્સવનો માહોલ, 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
US Stock Market : અમેરિકા માટે બુધવારનો દિવસ રાહત આપનારો રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ટેરિફ પર રોક લગાવવાના નિર્ણયને કારણે માર્કેટમાં માહોલ શાનદાર જોવા મળ્યો.
ટ્રમ્પ સરકારના આ નિર્ણય પછી શેરબજારમાં મોટો ઉછાળો આવ્યો અને 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. ટ્રમ્પે જાહેરાત કરતા ઘણા દેશો પર લાગુ રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

આ મહત્વપૂર્ણ જાહેરાત પછી મુખ્ય અમેરિકી ઇન્ડેક્સમાં નોંધપાત્ર વધારો નોંધાયો. S&P 500 ઇન્ડેક્સમાં 9.5% નો ઉછાળો જોવા મળ્યો તો નૅસડૅક કમ્પોઝિટ 12% જેટલો ઉછળી 1,857.06 પોઇન્ટ વધી 17,124.97 પર બંધ રહ્યો. આ સિવાય ડૉવ જોન્સમાં પણ 7.9% નો વધારો જોવા મળ્યો.
આ બધું એ સમયે થયું જ્યારે શરૂઆતમાં બજાર થોડુ નબળાઈ સાથે ખુલ્યુંડ. પરંતુ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટ્રમ્પના એલાનની શેરબજારમાં ઉછાળ આવ્યો.
ખાસ શેરોમાં મોટો ઉછાળો
- ટેસ્લા: 18.82%નો ઉછાળો (263.62 પર બંધ)
- ઇન્ટેલ: 16.96%નો ઉછાળો (21.20 પર બંધ)
- એનવિડિયા: 16.18%નો ઉછાળો (111.88 પર બંધ)
- એપલ: 17.51 નો વધારો (10.15% નો ઉછાળો સાથે 189.93 પર બંધ)
- એમેઝોન: 16.77 નો વધારો (9.83% નો ઉછાળો સાથે $187.43 પર બંધ)
આ પહેલા S&P 500 માં સૌથી મોટો એક દિવસનો ઉછાળો 13 ઑક્ટોબર 2008ના રોજ જોવા મળ્યો હતો. ત્યારે તેમાં 11.6% નો ઉછાળો આવ્યો હતો. તે સમય ગ્રેટ રિસેશનના પીક સમયનો હતો, જ્યાં બજાર અગાઉના શિખરથી લગભગ 57% સુધી તૂટી ગયું હતું. એ પછી થોડા જ અઠવાડિયામાં ફરી એક દિવસમાં 10.8% નો વધારો જોવા મળ્યો હતો.
અમેરિકન બજારમાંના ઉછાળાનો અસર એશિયન બજારમાં પણ જોવા મળી રહી છે. જાપાનના નિક્કેઈ 225 8.19% નો ઉછાળો જોવા મળ્યો તો ટોપિક્સ ઇન્ડેક્સ 7.44% ઉછાળા સાથે બંધ રહ્યો.
આ સિવાય દક્ષિણ કોરિયાનો KOSPI 5.36%, KOSDAQ 5.32% અને ઑસ્ટ્રેલિયાના ASX 200 માં 4.69% નો વધારો જોવા મળ્યો.
ચીની શેરબજાર પર પણ નજર રાખવામાં આવી રહી છે કારણ કે અમેરિકા અને ચીન વચ્ચે આયાત-નિર્યાત શુલ્કનો તણાવ વધ્યો છે. બેઇજિંગે 84% અમેરિકન વસ્તુઓ પર ટેરિફ લાગુ કરવાની યોજના જાહેર કરી છે, જ્યારે અમેરિકા પણ 125% સુધીનો ઇમ્પોર્ટ ડ્યુટી લાદી છે. બીજી તરફ ભારતીય શેરબજાર 10 એપ્રિલે મહાવીર જયંતિના અવસરે બંધ છે.












Click it and Unblock the Notifications
