US tariffs Impact on India :અમેરિકી ટેરિફને કારણે ભારતના જ્વેલરી-રત્ન ઉદ્યોગને કેટલો મોટો ખતરો?

US tariffs Impact on India : ભારતના રત્ન અને જ્વેલરી ઉદ્યોગ માટે અમેરિકાથી ચિંતાજનક સમાચાર આવ્યા છે. અમેરિકા સરકારે ભારતીય જ્વેલરી અને રત્નો પર હવે 27% નો ટેરિફ લગાવ્યો છે, જે અગાઉ માત્ર 6% હતો.

આ વધારાથી કુલ ટેરિફ દર 34% થઇ ગયો છે, જેને કારણે ઉદ્યોગમાં હંગામો સર્જાયો છે. ભારત માટે અમેરિકો એ સૌથી મોટું નિકાસ બજાર છે અને આ પગલાંS ઉદ્યોગના ધબકારા વધારી દીધા છે.

US tariffs Impact on India

ભારત અમેરિકાને દર વર્ષે આશરે 10 બિલિયન ડોલરની જ્વેલરી નિકાસ કરે છે અને કુલ રત્ન અને જ્વેલરી નિકાસનો આંકડો 33 બિલિયન જેટલો છે. કુલ નિકાસનો લગભગ 30% હિસ્સો આમાંથી આવે છે.

મોટા પ્રમાણમાં આયાતી ટેરિફ વધતા હવે ભારતીય જ્વેલરી અમેરિકી બજારમાં મોંઘી થશે અને તેના કારણે માંગમાં ઘટાડો થઈ શકે છે.

ઉદ્યોગકારો અને નિકાસકારો ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે કે જો ટૂંક સમયમાં ભારત-અમેરિકા વચ્ચે કોઈ વેપાર કરાર નહીં થાય તો અમેરિકામાં જ્વેલરી નિકાસમાં 30%થી 50% સુધીની ઘટાડો આવી શકે છે. આ ટેરિફ ન માત્ર ભારતીય ઉત્પાદકો માટે નુકસાનકારક છે પણ અમેરિકન ગ્રાહકો માટે પણ ખર્ચાળ સાબિત થઈ શકે છે. હવે તેમને ભારતીય જ્વેલરી વધુ ભાવે ખરીદવી પડશે.

ભારતના રત્ન અને જ્વેલરી ઉદ્યોગમાં લાખો લોકો રોજગારી પામે છે. ખાસ કરીને ડાયમંડ કટિંગ, પોલિશિંગ અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ જેવી પ્રવૃત્તિઓમાં મોટા પ્રમાણમાં કારીગરો અને કામદારો જોડાયેલા છે. જો નિકાસ ઘટશે તો આ ક્ષેત્રમાં કામ કરતા હજારો લોકોને નોકરી ગુમાવવાનો ખતરો ઊભો થયો છે.

ગુજરાતના સુરત જેવા શહેરો, રાજસ્થાનના જયપુર અને મહારાષ્ટ્રના મુંબઈ જેવા શહેરો ભારતના રત્ન અને જ્વેલરી ઉદ્યોગના કેન્દ્રો ગણાય છે. અહીં હીરા કટિંગથી લઈને હાઇ-એન્ડ ડિઝાઇનિંગ સુધીના કારોબાર થાય છે. આવા ટેરિફ વધારાથી આ રાજ્યોમાં ઉદ્યોગની ગતિ ધીમી પડી શકે છે અને સ્થાનિક અર્થતંત્ર ઉપર મોટી અસર પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X