મોદી સરકાર વાહનોના ટાયર ફાટવાને રોકશે, બદલવામાં આવશે પોલિસી
દેશમાં ચાલતા વાહનોના ટાયર ફાટવાના અકસ્માતો સતત વધી રહ્યા છે. આ અકસ્માતોમાં હજારો લોકો મૃત્યુ પામે છે.
દેશમાં ચાલતા વાહનોના ટાયર ફાટવાના અકસ્માતો સતત વધી રહ્યા છે. આ અકસ્માતોમાં હજારો લોકો મૃત્યુ પામે છે. પરંતુ હવે મોદી સરકારે નિર્ણય લીધો છે કે દેશના ટાયરમાં નાઇટ્રોજન ગેસ ભરાવવો ફરજિયાત કરશે. તેનાથી ટાયર ફાટવાને લીધે થતા રોડ અકસ્માતોને અટકાવશે. મોદી સરકાર આ બાબતે એક પોલિસી લાવવાની વિચારણા કરી રહી છે.
આ પણ વાંચો: હવે માત્ર 59 મિનિટમાં મળી જશે 1 કરોડ સુધીની લોન, જાણો આગળ

આ પગલાં પણ લેવાઈ રહ્યા છે
માહિતીમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ઉપરાંત, એવી તકનીકનો ઉપયોગ વાહનોમાં કરવામાં આવશે કે જે વાહનચાલકના દારૂ પીવા પર વાહન જ પોલીસને જાણ કરશે. આ સિવાય, જો વાહનમાં નિયત મર્યાદાથી વધુ માલ ભરવામાં આવે અથવા જો વધુ લોકો બેઠા હોય, તો તેની સૂચના જાતે જ સ્થાનિક પોલીસને મળશે. વાહનોની ઝડપને નિયંત્રિત કરવા માટે પણ તકનીકીનો ઉપયોગ કરવામાં આવશે.

નીતિન ગડકરીએ માહિતી આપી
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે રોડ અકસ્માતોને કાબૂમાં લેવા ઘણા પગલાં લીધાં છે. હમણાં ધોરીમાર્ગો સિમેન્ટ અને કોંક્રિટથી બનાવવામાં આવી રહ્યાં છે, જેના પર ટાયર ઝડપથી ગરમ થાય છે. આના કારણે, તેના ફાટવાની શક્યતા વધારે હોય છે. આવી સ્થિતિમાં, સરકાર ટાયરોમાં નાઇટ્રોજન ગેસ ભરવો અનિવાર્ય કરવા ઈચ્છે છે.

જાણો નાઇટ્રોજન ગેસના ફાયદા
નાઇટ્રોજન ગેસ ટાયરને ગરમીમાં ઠંડા રાખે છે. રબરના કારણે ટાયરમાં નાઇટ્રોજન ગેસ ઓછો વધે છે. આ કારણે ટાયરમાં દબાણ સંતુલિત રહે છે. એટલા માટે ફોર્મ્યુલા વન રેસિંગ કારોના ટાયરમાં માત્ર નાઇટ્રોજન ગેસ ભરવામાં આવે છે. જોકે ટાયરમાં આ ગેસને ભરાવવો ખર્ચાળ છે અને હમણાં તેના પર લગભગ 150 થી 200 રૂપિયા સુધીનો ખર્ચ આવે છે.

મોદી સરકાર 850 ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો ખોલશે
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે રોડ અકસ્માતોને રોકવા માટે વધુ પગલાં લેવાયા છે. આ હેઠળ ડ્રાઇવરોને તાલીમ આપવા માટે આશરે 850 ડ્રાઇવિંગ ટ્રેનિંગ કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
