For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે માત્ર 59 મિનિટમાં મળી જશે 1 કરોડ સુધીની લોન, જાણો આગળ

મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે પહેલું બજેટ રજૂ કર્યું.

|
Google Oneindia Gujarati News

મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે પહેલું બજેટ રજૂ કર્યું. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આ બજેટ દ્વારા નાના, મધ્યમ અને લઘુ ઉદ્યોગોને ભેટ આપતા સિંગલ વિન્ડો ઓનલાઈન પોર્ટલ ખોલવાની જાહેરાત કરી છે. જેના દ્વારા તે આ ઉદ્યોગોને ફક્ત 59 મિનિટની અંદર એક કરોડ રૂપિયાની લોન મળશે. તો ચાલો જાણીએ તે કેવી રીતે 59 મિનિટમાં એક કરોડ રૂપિયાની લોન મળશે.

આ પણ વાંચો: બજેટ 2019: આધાર અને પાન કાર્ડના નિયમોમાં આ 5 મોટા બદલાવ થયા, જાણો

મળશે 1 કરોડ રૂપિયાની લોન

મળશે 1 કરોડ રૂપિયાની લોન

SMSE એટલે કે મધ્યમ એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝ માટે ડેડિકેટેડ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવાની વાત નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કરી છે. આ ઉપરાંત નાના દુકાનદારોને પણ લોન આપવાની વ્યવસ્થા કરાઈ છે. સરકારે આ માટે વ્યાજ સબસિડી તરીકે 350 કરોડ રૂપિયા અલગ રાખ્યા છે. જેનાથી લોન પરના વ્યાજમાં 2 ટકાનો ઘટાડો થશે.

ઉદ્યોગકારોએ આ પ્રક્રિયાનું કરવું પડશે પાલન

ઉદ્યોગકારોએ આ પ્રક્રિયાનું કરવું પડશે પાલન

સૌથી પહેલા પોર્ટલ psbloansin59minutes.com પર લોગ ઈન કરો. બાદમાં તેમાં નીતે ાપેલા ઓપ્શન Apply Now પર ક્લિક કરો. અહીં એક નવું પેજ ઓપન થશે. અહીં ઉદ્યોગકારોએ પોતાનું નામ, ઈમેઈલ આઈડી, મોબાઈલ નંબર નોંધવાનો રહેશે બાદમાં મોબાઈલ નંબર પર OPT આવશે. ઓટીપી મળતા જ પ્રાઈવસી પોલિસી, ટર્મ્સ એન્ડ કંડિશન, ડિસ્ક્લેમર વગેરે ચેક કરી લો અને પચી પ્રોસીડ બટન પર ક્લિક કરો.

ઉદ્યોગ વિશે તમામ માહિતી આપવી પડશે.

ઉદ્યોગ વિશે તમામ માહિતી આપવી પડશે.

આગામી પેજ ખુલવા પર જીએસટી નંબર, યુઝરનેમ અને પાસવર્ડ સાથે સબમીટ કરીને ક્લિક કરો. જો જીએસટીનો પાસવર્ડ નથી યાદ તો ઓટીપી મેળવીને તમે લોગ ઈન કરી શકો છો. આ પ્રક્રિયા પૂરી કર્યા બાદ ઉદ્યોગકારોએ પોતાના ઈન્કમટેક્સ રિટર્નની XML ફાઈલ અપલોડ કરવી પડશે. બાદમાં ઉદ્યોગીએ પાછલા 6 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ પીડીએફ ફોર્મેટમાં સબમિટ કરવાનું રહેશે.

આ પ્રિન્સિપલ અપ્રૂવલની કૉપી લઈને બેન્કની બ્રાંચમાં જાવ, લોન મળી જશે.

આ પ્રિન્સિપલ અપ્રૂવલની કૉપી લઈને બેન્કની બ્રાંચમાં જાવ, લોન મળી જશે.

બાદમાં માલિકે અઠવા ડિરેક્ટરની અંગત માહિતી માગવામાં આવશે, ઉપરાંત એજ્યુકેશન સંબંધિત, માલિકી હકની માહિતી પણ જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત લોનની ડિટેઈલ માગવામાં આવશે. આ તમામ ડિટેઈલ્સ આપ્યા બાદ સંબંધિત લોન પ્રોડક્ટ આપવામાં આવશે. ઉદ્યોગકાર પોતાની જરૂરિયાત પ્રમાણે લોન પ્રોડક્ટ પસંદ કરી શકે છે. આ તમામ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ લોનનું ઈન પ્રિન્સિપલ અપ્રૂવલ થશે અને તેની એક કૉપી ઈમેલ દ્વારા ઉદ્યોગકારોને મોકલવામાં આવશે. આ લેટરની કૉપી તમારી પાસે રાખો. કોપી લઈને બેન્કની બ્રાન્ચમાં લોન પ્રપોઝલ સબમિટ કરો. આ પ્રિન્સિપલ ેલટર પર જેટલી રકમ મેન્શન છે, બેન્ક તેટલી લોન આપશે.

English summary
Now, in just 59 minutes, you will get a loan of up to 1 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X