For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બજેટ 2019: આધાર અને પાન કાર્ડના નિયમોમાં આ 5 મોટા બદલાવ થયા, જાણો

બજેટ 2019: આધાર અને પાન કાર્ડના નિયમોમાં આ 5 મોટા બદલાવ થયા, જાણો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કર્યું. બજેટમાં સોના-ચાંદી સહિત 75 અન્ય વસ્તુઓ પર સીમા શુલ્ક વધરી દીધો છે. જ્યારે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટર એક રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી અને એક રૂપિયા સેસ વધારી દીધો છે. નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે 2022 સુધી પીએમ આવાસ યોજના અંતર્ગત 1.95 કરોડ નવા ઘર બનાવશે. બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે આધાર અને પાન કાર્ડને લઈ કેટલાક નવા નિયમોના પ્રસ્તાવનું એલાન કર્યું છે. બજેટ 2019-20 અંતર્ગત આધાર અને પાન કાર્ડના નિયમોમાં હવે 5 મોટા બદલાવ જોવા મળશે.

પાનને બદલે આધારનો ઉપયોગ

પાનને બદલે આધારનો ઉપયોગ

1- બજેટમાં નિર્મલા સીતારમણે એક મોટું એલાન કરતા કહ્યું કે આજે 120 કરોડથી વધુ ભારતીયો પાસે આધાર કાર્ડ છે. માટે કરદાતાઓની આસાની અને સુવિધા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડને વિનિમેય બનાવવાનો પ્રસ્તાવ રાખુ છું અને જે લોકો પાસે પાન કાર્ડ નથી, તેઓ માત્ર આધાર નંબર આપીને પોતાના ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરી શકશે. આ ઉપરાંત જ્યાં પણ તેમને પાનકાર્ડની જરૂરિયાત છે, ત્યાં પણ આધાર નંબરનો ઉપયોગ કરી શકે છે.

નિર્ધારિત લેણદેણ પર પાન કે આધાર આપવું ફરજિયાત

નિર્ધારિત લેણદેણ પર પાન કે આધાર આપવું ફરજિયાત

બજેટમાં પ્રસ્તાવિત નવા નિયમ મુજબ આવકવેરા વિભાગ યૂઆઈડીએમઆઈ પાસેથી વસ્તીનો ડેટા પ્રાપ્ત કર્યા બાદ આધાર નંબરના આધારે એવા વ્યક્તિને પાન કાર્ડ પ્રદાન કરશે, જેની પાસે પાન નંબર નથી.

બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રસ્તાવ રાખ્યો કે જો કોઈ કરદાતા પહેલાથી જ પોતાના આધારને પાન સાથે જોડી ચૂક્યો છે, તો તે વિકલ્પ તરીકે આવકવેરા અધિનિયમ અંતર્ગત પાન કાર્ડને બદલે આધાર નંબરનો ઉપયોગ કરી શકે છે.

નાણામંત્રીએ મોટી લેણદેણ પર નજર રાખવા માટે એક મોટું પગલું ઉઠાવ્યું છે. હવે કેટલાક નિશ્ચિત અને નિર્ધારિત લેણદેણ પર પાન અથવા આધાર નંબર આપવો ફરજિયાત હશે. બજેટમાં આ નિયમ પણ સામેલ કરવામાં આવ્યો છે કે સંબંધિત દસ્તાવેજ હાંસલ કરનાર વ્યક્તિ નિર્ધારિત લેણદેણ માટે પાન અને આધારનું યોગ્ય પ્રમાણીકરણ સુનિશ્ચિત કરશે. આ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સજાના પ્રાવધાનોમાં પણ સંશોધન કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

તો પાનકાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે

તો પાનકાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે

વર્તમાનમાં જે નિયમ છે, તે અંતર્ગત જો કોઈ નિર્ધારિત તારીખની અંદર પાન કાર્ડ, આધાર નંબર સાથે જોડવામાં ન આવે તો આવકવેરા અધિનિયમ અંતર્ગત પાન નંબરને ગેરકાયદેસર ઘોષિત કરી દેવામાં આવે છે. એવી સ્થિતિમાં પાછલી લેણદેણની જાણકારી સુનિશ્ચિત રાખવા માટે હવે નાણામંત્રાલયે એક મોટું પગલું ભર્યું છે. બજેટમાં આ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ પોતાના આધારને પાન નંબર સાથે ન જોડી શકે તો એવા વ્યક્તિને આપેલ પાન નંબરને નિષ્ક્રિય કરી દેવામાં આવશે.

બજેટ 2019: સીતારમણના બજેટ બાદ શું સસ્તું, શું મોંઘું, જુઓ આખી યાદીબજેટ 2019: સીતારમણના બજેટ બાદ શું સસ્તું, શું મોંઘું, જુઓ આખી યાદી

અમીરો પર ટેક્સ વધારવાનું એલાન

અમીરો પર ટેક્સ વધારવાનું એલાન

જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જ્યાં મધ્યમ આવક વર્ગના લોકોને રાહત આપી છે, તો અમીરો પર ટેક્સ વધારવાનું એલાન કર્યું છે. નિર્મલા સીતારમણે કહ્યું કે બેથી પાંચ કરોડ રૂપિયા સુધીની આવકવાળા લોકો પર 3 ટકા સરચાર્જ તરીકે વધુ ટેક્સ લાગશે. જ્યારે 5 કરોડથી વધુ આવક ધરાવતા પર 7 ટકા ટકા સરચાર્જ તરીકે વધુ ટેક્સ આપવો પડશે. તેમણે કહ્યું કે 5 લાખ રૂપિયાની સુધીની વાર્ષિક આવકવાળા લોકોએ કોઈ ટેક્સ આપવાની જરૂરત નહિ હોય. ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી, જ્યારે રોકાણ પર પણ છૂટ વધારી છે.

એક કરોડ રૂપિયાના રોકાણ પર 2 ટકા ટેક્સ

એક કરોડ રૂપિયાના રોકાણ પર 2 ટકા ટેક્સ

આ ઘોષણાઓ ઉપરાંત નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેશમાં બિઝનેસ પેમેન્ટને ઘટાડવા માટે ટીડીએસ લગાવવાનો ફેસલો લીધો છે. બેંક પાસે એક કરોડ રૂપિયાના રોકાણ પર 2 ટકા ટેક્સ આપવો પડશે. નાણામંત્રીના બજેટ ભાષણમાં વધુ એક મહત્વનું એલાન કરવામાં આવ્યું છે. હવે સસ્તા ઘર માટે વ્યાજ પર 3.5 લાખ રૂપિયાની છૂટ મળશે. બજેટ ભાષણ દરમિયાન તેમણે જણાવ્યું કે આ વર્ષે બજેટીય નુકસાન 3.4 ટકાથી ઘટીને 3.3 ટકા પર આવી ગયું છે. પેટ્રોલ અે ડીઝલ પર 1-1 રૂપિયાનો વધારાનો સેસ લાગશે. ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળશે. સોના અને બુમૂલ્ય ધાતુઓ પર ઉત્પાદક શુલ્ક 10થી વધારી 12.5 ટકા કરવામાં આવ્યું છે.

English summary
these changes have been done in pan and aadhar card in budget 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X