For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજય માલ્યાએ ફરી એકવાર બેંકો સામે રાખ્યો મોટો પ્રસ્તાવ

વિજય માલ્યાએ ફરી એકવાર બેંકો સામે રાખ્યો મોટો પ્રસ્તાવ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની કેટલીય બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી ફરાર થયેલ વિજય માલ્યા ફરી એકવાર બેંકોને 100 ટકા રૂપિયા પરત કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જેટ એરવેઝને બંધ થવા બદલ વિજય માલ્યાએ ટ્વીટ કરીને સરકાર પર હુમલો બોલ્યો. તેમણે કિંગફિશર એરલાયન્સ અને જેટ એરવેઝની સરખામણી કરી છે. માલ્યાએ ટ્વીટમાં લખ્યું કે જેટ એરવેઝ બંધ થવા અંગે ટીવી પર ડિબેટ જોઈ, વેતન ન મળતાં કર્મચારીઓ ભારે દુખી છે, આ ક્ષેત્રના દિગ્ગજો પણ નાખુશ છે. જેટ બંધ થવાથી સૌથી મોટી સમસ્યા રોજગાર અને લોકોની પીડા છે. સાથે જ માલ્યાએ તમામ બેંકોને 100 ટકા કેએએફ વાપ કરવા પ્રસ્તાવ આપ્યો છે અને પૂછ્યું કે શું કોઈ બેંક આવું કરવા માટે તૈયાર છે.

vijay mallya

હું પૈસા ચૂકવવા તૈયાર

જણાવી દઈએ કે જેટ એરવેઝ આર્થિક તંગીને કારણે બંધ થઈ ગઈ છે, જેટની પણ તમામ ઉડાણ બંધ કરી દેવામાં આવી છે. વધુ એક ટ્વીટ કરી માલ્યાએ લખ્યું કે કિંગફિશર એરલાઈન્સની સાથે કેટલીય અન્ય કંપનીઓ પણ બંધ થઈ ગઈ. કોઈએ પણ આ વિચાર્યું નહોતું કે જેટ બંધ થઈ જશે અને આટલા સારા બિઝનેસનો આ હાલ થઈ જશે. કોઈપણ એવી કંપની નહિ હોય જેની વિરુદ્ધ સીબીઆઈ અને ઈડીની રેડ પડી છે, છતાં તે પૈસા ચૂકવવા તૈયાર છે.

પહેલા પીએમ પર નિશાન સાધ્યું હતું

અગાઉ માલ્યાએ ટ્વીટ કરી આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદી જૂઠું બોલી રહ્યા છે અથવા તો દેશની બેંકો. તેણે આરોપ લગાવ્યો કે ભારતની સરકાર પ્રાઈવેટ કંપની અને સરકારી કંપનીની વચ્ચે ભેદભાવ કરી રહી છે. માલ્યાએ દાવો કર્યો કે સરકારે મારી પાસેથી કુલ વ્યાજથી ક્યાંય વધુ રૂપિયા વસૂલ કર્યા છે, પરંતુ લંડનમાં આ બેંકો બીજા દાવા કરી રહી છે.

આ પણ વાંચો- પાકિસ્તાનને કારણે એર ઇન્ડિયાને રોજ 60 કરોડ રૂપિયાનું નુકશાન

English summary
Vijay Mallya took on gov over Jet airways issue offers 100 percent payback of banks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X