પાકિસ્તાનને કારણે એર ઇન્ડિયાને રોજ 60 કરોડ રૂપિયાનું નુકશાન

પાકિસ્તાની એરસ્પેસમાં એન્ટ્રીના પ્રતિબંધને કારણે, નવી દિલ્હીથી યુરોપ, ખાડી પ્રદેશ અને અમેરિકા જવા માટે હવે વિમાનોને વધુ મુસાફરી કરવી પડી રહી છે.

પાકિસ્તાની એરસ્પેસમાં એન્ટ્રીના પ્રતિબંધને કારણે, નવી દિલ્હીથી યુરોપ, ખાડી પ્રદેશ અને અમેરિકા જવા માટે હવે વિમાનોને વધુ મુસાફરી કરવી પડી રહી છે. એર ઇન્ડિયાને ફેબ્રુઆરીના અંતથી લઈને અત્યાર સુધીમાં આશરે 300 કરોડ રૂપિયાનું નુકશાન થઇ ચૂક્યું છે. 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધવાના કારણે ભારતીય ઉડાનો માટે પાકિસ્તાની હવાઇ ક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યું છે.

એર ઇન્ડિયાને વધુ ઇંધણ ખર્ચ કરવું પડી રહ્યું છે

એર ઇન્ડિયાને વધુ ઇંધણ ખર્ચ કરવું પડી રહ્યું છે

નવી દિલ્હીથી ઉડાન ભરનારા વિમાનોની ઉડાન અવધિ વધી જવાના કારણે, એર ઇન્ડિયાને વધારાનું ઇંધણની જરૂર અને કર્મચારીઓ પર થનારા ખર્ચમાં વધારો અને ઉડાનોમાં ઘટાડો થવાને લીધે દૈનિક 6 કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. રાષ્ટ્રીય ઉડ્ડયન સેવા કંપનીએ આ નુકસાનની ભરપાઈ કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો સંપર્ક કર્યો છે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "આ સંદર્ભમાં એર ઇન્ડિયાએ અમને માહિતી આપી છે. તમામ સંબંધિત પક્ષો સાથે તેના પર વિચારણા કરવામાં આવી રહી છે."

મુસાફરી 2 થી 3 કલાક વધી ગઈ છે

મુસાફરી 2 થી 3 કલાક વધી ગઈ છે

પાકિસ્તાની એરસ્પેસ પરના પ્રતિબંધને લીધે, નવી દિલ્હીથી અમેરિકા જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને બે થી ત્રણ કલાક વધુ લાગે છે. તો યુરોપની ફ્લાઇટ્સને લગભગ બે કલાક વધુ સમય લાગે છે, જેના કારણે નાણાંકીય નુકસાન થાય છે.

ભારતીય હવાઈ દળે હવાઈ હુમલો કર્યો હતો

ભારતીય હવાઈ દળે હવાઈ હુમલો કર્યો હતો

27 મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદ કેમ્પ્સ પર ભારતીય હવાઇ દળ દ્વારા હુમલા પછી, પાકિસ્તાની હવાઇક્ષેત્રમાં ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે નવી દિલ્હીથી યુરોપ અને અમેરિકા માટે વિમાન સેવા સંચાલિત કરનારી મોટા ભાગની એરલાઇન્સ અસરગ્રસ્ત છે. યુનાઇટેડ એરલાઇન્સે અસ્થાયી ધોરણે દિલ્હી-ન્યૂયોર્કની ઉડાન રદ કરી છે અને પરિસ્થિતિ પર તેની નજર છે.

ઉડાનોની દિશા બદલવાની મજબૂરી

ઉડાનોની દિશા બદલવાની મજબૂરી

એર ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે એરલાઇન માટે યુરોપ અને ઉત્તર અમેરિકાના વિમાનોનું સંચાલન મહત્ત્વનું છે, પરંતુ પાકિસ્તાની એરસ્પેસ પર પ્રતિબંધને કારણે ઉડાનની દિશામાં પરિવર્તનને લઈને અત્યાર સુધી લગભગ 300 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X