કોલ બ્લોક ફાળવણી રદ; બિઝનેસ લોસ તો ઠીક, કાળી મજુરી કરનારાનો કોળિયો છીનવાશે એનું શું?
નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર : સુપ્રીમ કોર્ટે એક શકવર્તી ચુકાદામાં 214 કોલસા ખાણો (કોલ બ્લોક્સ)ની ફાળવણી રદ કરવાનો ચુકાદો આપતા
દેશની તમામ અગ્રણી મેટલ અને માઈનિંગ કંપનીઓ પર માઠી અસર થશે. બીજી તરફ તેના માટે ધિરાણ આપનારી બેંકોના નાણા પણ સલવાઇ જશે. સૌથી વધારે ચિંતા દેશના માથે તોળાતા વીજ સંકટની છે. થર્મલ પાવર સ્ટેશન્સને કોલસાનો પુરતો પુરવઠો નહીં મળે તો સમગ્ર દેશમાં તેની અસર થશે.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાથી લઈને ખાનગી ક્ષેત્રની સૌથી મોટી આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતની દેશની મોટાભાગની બેન્કો દ્વારા પાવર પ્લાન્ટ્સને આશરે રૂપિયા 1,00,000 કરોડથી વધુની લોન આપવામાં આવી છે. તેની વસુલાત અંગે અનિશ્ચિતતા સર્જાઇ છે.
કોલ બ્લોક્સની ફાળવણી રદ કરવાના નિર્ણયની ક્યાં, કોને અને કેટલી અસર થશે તે જાણવા આગળ ક્લિક કરો...

કોલસા ખાણોના દહાડિયાઓની રોજગારીનું શું?
કોલસા ખાણોના કેટલાક મજદૂરો દૈનિક ધોરણે એટલે કે દહાડી લઇને પણ કામ કરતા હોય છે. જે ખાણોમાં ખોદકામ બંધ થઇ જશે તેના દહાડિયાઓએ ભૂખે મરવાનો વારો આવશે અથવા અન્યત્ર રોજગાર શોધવો પડશે. અન્ય રોજગાર નહીં મળે ત્યાં સુધી દયનીય હાલતમાં જીવવું પડશે.

જિન્દાલ સ્ટીલ એન્ડ પાવરને અસર
જિન્દાલ સ્ટીલ એન્ડ પાવરને તેના સ્પોન્જ આયર્ન પ્લાન્ટ્સ અને 1000 મે.વો.ના પાવર પ્લાન્ટ માટે છ બ્લોક્સ ફાળવાયા હતા. વર્ષ 1993થી આ માઈન્સમાંથી કોલસાનું 12 મિલિયન ટનનું ઉત્પાદન થતું હતું. તેમાં ઉત્પાદન બંધ થતા, પાવર પ્લાન્ટ બંધ થઇ શકે. પુનઃ ફાળવણીની પ્રક્રિયામાં વિલંબ થવાનો હોવાથી તેના અંગુલ સ્ટીલ તથા પાવર પ્રોજેક્ટ માટે અત્યંત જરૂરી ઉત્કલ બી-1 માઈન માટેના અધિકાર હાંસલ કરવાની પ્રક્રિયા પણ વિલંબમાં મુકાશે.

હિન્દાલ્કોને અસર
હિન્દાલકોને ઓડિશામાં બ્લોકની ફાળવણી થઇ હતી. જેમાંથી તેને 2.5 મિલિયન ટન કોલસો મળે છે. ફાળવણી રદ થવાને પગલે મહાન ખાતેના તેના વાર્ષિક 3.59 લાખ ટનના સ્મેલ્ટરને અસર થશે.

પાવર પ્લાન્ટ્સને અસર
સુપ્રીમ કોર્ટે રદ કરેલી કોલ બ્લોક્સની ફાળવણીને પગલે તેમાંથી પાવર પ્લાન્ટ્સને ઉપલબ્ધ બનાવવામાં આવતા કોલસાના પૂરવઠા પર પણ અસર થશે. જેની સીધી અસર દેશમાં થતા વીજળીના ઉત્પાદન પર પડશે.

બેંકોની સ્થિતિ
સુપ્રીમ કોર્ટના આદેશની બેંક પર શું અસર થશે તે અંગે હાલ કોઈ પણ બેન્કર સત્તાવાર રીતે કંઈ પણ ટિપ્પણી કરવા નથી માગતાં. સૂત્રોના જણાવ્યાં અનુસાર તમામ બેંક હાલ રદ કરાયેલી કોલસાની ખાણોમાં પોતાના એક્સપોઝરની સમીક્ષા કરી રહી છે.

SBI બેંક
વિવાદિત કોલ બ્લોક્સ સાથે લિન્કેજ ધરાવતા વીજ એકમોમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ધિરાણ આશરે રૂપિયા 4,000 કરોડ જેટલું છે.

IDBI બેંક
એક અંદાજ પ્રમાણે જાહેર ક્ષેત્રની બેંક IDBIનું એક્સપોઝર રૂપિયા 2,000 કરોડ જેટલું છે.

YES બેંક
યસ બેંકનું એક્સપોઝર ઘણું ઓછું છે. સુપ્રીમ કોર્ટે પાવર પ્લાન્ટ્સને કોલસાનો પૂરવઠો ચાલુ રાખવા જણાવ્યું હોવાથી બેંક પર ખાસ માઠી અસર નહીં થાય તેવું તેના ડિરેક્ટરનું કહેવું છે.

Bank Of Baroda બેંક
બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજન ધવને જણાવ્યું હતું કે હજી તેઓ કોલ બ્લોક્સમાં બેંકના એક્સપોઝરની સમીક્ષા કરી રહ્યાં છે.

ICICI બેંક
આઈસીઆઈસીઆઈ બેંકે પણ જણાવ્યું છે કે તેઓ હજી કોલ બ્લોક્સમાં બેંકના એક્સપોઝરની સમીક્ષા કરી રહ્યાં છે.

HDFC બેંક
એચડીએફસી બેંકે પણ જણાવ્યું છે કે તેઓ હજી કોલ બ્લોક્સમાં બેંકના એક્સપોઝરની સમીક્ષા કરી રહ્યાં છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
