શું છે Gold ETF? લોકો કેમ દિલ ખોલીને તેમાં રૂપિયા રોકી રહ્યાં છે?
સોનામાં રોકાણ હંમેશા લોકોની પસંદ રહી છે. ઘણા પ્રકારના જોખમો છત્તા પણ તેમાં રોકાણ થાય છે. જો કે હવે આ ચિંતાઓ દુર કરવા માટે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ આવી ગયુ છે.
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા એટલે કે એમ્ફી અનુસાર, રોકાણકારોએ જાન્યુઆરીમાં ગોલ્ડ ઇટીએફમાં મોટા રૂપિયાનું રોકાણ કર્યું. જાન્યુઆરીમાં ગોલ્ડ ETF માં 657 કરોડનું રોકાણ થયું. આગળના મહિનાની સરખામણીમાં આ 7 ગણું છે.

એમ્ફીના ડેટા અનુસાર, આ રોકાણ સાથે જાન્યુઆરીના અંત સુધીમાં ગોલ્ડ ફંડની એસેટ અંડર મેનેજમેન્ટ 1.6 ટકા વધીને 27,778 કરોડ થઈ છે. ડિસેમ્બર 2023ના અંતે આ રકમ 27,336 કરોડ હતી.
ડેટા અનુસાર, જાન્યુઆરીમાં ગોલ્ડ ઇટીએફમાં ચોખ્ખું રોકાણ વધીને 657.4 કરોડ થયું છે, જે અગાઉના મહિનામાં 88.3 કરોડ હતું.
ગોલ્ડ ઇટીએફ શું છે?
શેર જેમ જ સોનું ખરીદવાની સુવિધાને ગોલ્ડ ઇટીએફ કહેવામાં આવે છે. આ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં છે અને સુરક્ષિત છે. તેની ખરીદી અને વેચાણ પણ માત્ર ડીમેટ ખાતા દ્વારા જ થાય છે. આમાં એકમોમાં સોનું ખરીદવામાં આવે છે. તેને વેચીને તમને સોનું નહીં પરંતુ તે સમયે બજાર કિંમત જેટલી રકમ મળે છે.












Click it and Unblock the Notifications
