રાઇટ્સ અને બોનસ શેર્સ વચ્ચે શું તફાવત છે?
આપણા કાને અનેકવાર શબ્દો અથડાય છે કે કંપનીઓએ રાઇટ્સ અને બોનસ ઇશ્યુ આપ્યા છે. વ્યક્તિ જ્યારે ઇક્વિટી શેર્સમાં રોકાણ કરે ત્યારે આ શબ્દો અંગે તેમણે ધ્યાન રાખવું જોઇએ. આ બાબત શેર્સની કિંમતોને અસર કરે છે. અહીં રાઇટ્સ અને બોનસ ઇશ્યુમાં શું ભેદ છે તે જણાવી રહ્યા છીએ.
રાઇટ્સ ઇશ્યુ
રાઇટ્સ ઇશ્યુનો અર્થ એ છે કે કંપની વર્તમાન શેરહોલ્ડર્સના વધારાના રાઇટ્સ ખરીદવા માટે શેર્સ ઇશ્યુ કરે છે. પબ્લિક કંપનીમાં રાઇટ્સ ઇશ્યુ કરવા એ વધારાની મૂડી ઉભી કરવાનું સાધન છે.
આવા કિસ્સાઓમાં ચોક્કસ સમયમાં ચોક્કસ ભાવે ચોક્કસ સંખ્યામાં શેર્સ ખરીદવાનો લાભ શેર હોલ્ડર્સને મળે છે. આ શેર્સ સામાન્ય શેરની કિંમત કરતા ડિસ્કાઉન્ટ ભાવે મળે છે. જેના કારણે વર્તમાન શેર હોલ્ડર્સને લાભ મળે છે.
ઉદાહરણ તરીકે કંપની રાઇટ્સ ઇશ્યુ 3:5ના પ્રમાણમાં જાહેર કરે છે. આ શેરની પ્રતિ શેર કિંમત રૂપિયા 100 છે. શેરની વર્તમાન કિંમત રૂપિયા 150 છે. એટલે કે કંપની પ્રતિ 5 શેર 3 રાઇટ્સ શેર ઇશ્યુ કરે છે. આ શેર રૂપિયા 100ના ભાવે ઉપલબ્ધ બને છે. જો શેર ડોલ્ડર સબસ્ક્રાઇબ ના થાય તો તેના શેર હોલ્ડિંગની ટકાવારી ઇશ્યુ બાદ ઘટે છે.

રાઇટ્સ ઇશ્યુ કરવાના લાભ
1. આ શેર વર્તમાન શેર હોલ્ડર્સને આપવામાં આવતા હોવાથી શેર હોલ્ડર્સ ગુમાવવાની શક્યતા રહેતી નથી.
2. કંપનીએ નવા ઇશ્યુની જેમ કોઇ જાહેરાત આપવી પડતી નથી.
રાઇટ્સ ઇશ્યુ કરવાના ગેરલાભ
ઇશ્યુ કરવામાં આવેલા શેર્સની સંખ્યા વધતા શેરનું મૂલ્ય ઘટે છે. તે ડિસ્કાઉન્ટ ભાવે આપવામાં આવતા હોવાથી રોકાણકારોને લાભ રહેતો નથી. જો કે કંપનીને ફંડની જરૂર શા માટે છે તેનું કારણ સમજવું જરૂરી છે. કંપની માટે તે કામચલાઉ ફિક્સ છે. જેની અસર કંપનીની બેલેન્સશીટ પર પડે છે.
બોનસ શેર્સ :
બોનસ શેર્સ કંપનીના શેર હોલ્ડર્સને મફતમાં આપવામાં આવે છે. બોનસ ઇશ્યુ સામાન્ય રીતે નફો કરતી કંપની ફ્રી રિઝર્વને કેપિટલાઇઝ કરવા માટે આપતી હોય છે. વધારાના સ્ટોક્સ શેર હોલ્ડર્સ પાસે કંપનીના શેર્સની સંખ્યાને આધારે વહેંચવામાં આવે છે. જેના કારણે સ્ટોક્સની માલિકી વધે છે. જો કે તેના કારણે કુલ મૂલ્ય વધતું નથી.
ઉદાહરણ તરીકે કંપની 1:4ના પ્રમાણમાં બોનસ શેર જાહેર કરે છે. જેનો અર્થ થાય છે કે કંપની 4 શેર્સ સામે 1 શેર બોનસ તરીકે આપે છે. જો કે બોનસ શેર્સ આપવા માટે કંપનીએ કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે.
1. બોનસ શેર્સની વહેંચણીની મંજુરી આર્ટિકલ્સ ઓફ એસોસિએશન પાસે મેળવવી પડે છે.
2. બોર્ડ ઓફ કંપનીના સૂચનને શેર હોલ્ડર્સે સામાન્ય સભામાં મંજુરી આપી હોવી જોઇએ,
3. સેબીની ગાઇડલાઇન્સનું પાલન થયું હોવું જોઇએ,
4. જો કોઇની પાસેથી કંપનીએ લોન લીધી હોય તો તે નાણા સંસ્થાઓ પાસેથી મંજુરી મેળવવી પડે છે.
5. આ અંગેની જાણ સ્ટોક એક્સચેન્જને કરવી પડે છે.












Click it and Unblock the Notifications
