બેંક અકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરશો, જાણો અહીં
આજકાલ ઓનલાઈન ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે. આ ઘણા પ્રકારે થાય છે. તેમાં ઘણીવાર તમારા અકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ જાય છે.
આજકાલ ઓનલાઈન ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે. આ ઘણા પ્રકારે થાય છે. તેમાં ઘણીવાર તમારા અકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ જાય છે. પરંતુ જો તમારી પાસે સાચી માહિતી છે, તો તમે આ નુક્સાનથી બચી શકો છો એટલું જ નહીં પરંતુ જો નુક્સાન થઈ ચૂક્યુ હોય તો તે પૈસા પાછા પણ મેળવી શકો છો. આ પ્રકારની ઉચાપત તમારી કેટલીક અંગત માહિતી મેળવીને કરવામાં આવે છે. જેમાં સૌથી પહેલા લોકોનો ફોન નંબર, બેન્ક ડિટેઈલ શોધવામાં આવે છે. બાદમાં તમારા બેન્ક અકાઉન્ટ કે ક્રેડિટ કાર્ડ સુધી પહોંચીને ફ્રોડ કરવામાં આવે છે. આ ફ્રોડથી મોટા ભાગે લોકોનું અકાઉન્ટ ખાલી કરી દેવામાં આવે છે.

સતત વધી રહ્યા છે ફ્રોડના કિસ્સા
રિઝર્વ બેન્કના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે ગત વર્ષની સરખામણીમાં બેન્કોમાં ઉચાપતના કિસ્સામાં 15 ટકાનો વધારો થયો ચે. આ ઉપરાંત ઉચાપતની રકમમાં 73.8 ટકાનો વધારો થયો છે. રિઝર્વ બેન્કના રિપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ 2018-10માં બેન્કમાં 71,542.93 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. જે 2017-18માં 41,167.04 રૂપિયા હતા.

આ રીતે બચો ફ્રોડથી
ફ્રોડથી બચવાની સૌથી સારી રીત એ છે કે બેન્કો અ રિઝર્વ બેન્કની ચેતવણીઓનું ધ્યાન રાખો. ક્યારેય પોતાની અંગત માહિતી શૅર ન કરો. બેન્ક અ રિઝર્વ બેન્ક આ પ્રકારની માહિતી SMS કે મેઈલમાં આપે છે. દેશમાં નિયમ સ્પષ્ટ છે કે કોઈ બેન્કનો કર્મચારી તમારો પાસવર્ડ કે ઓટીપી ક્યારેય ન માગી શકે. એટલેજો કોઈ તમારી પાસે આ માહિતી માગે તો સમજો કે તે ફ્રોડ છે. આ ઉપરાંત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સમયે રિટેલ આઉટલેટ કે પેટ્રોલપંપ પર કાર્ડ વાપરતા સમયે પણ સતર્ક રહો. ઓનલાઈન શોપિંગ, બેન્કિંગ વેબસાઈટનો ઉપયોગ હંમેશા પોતાના લેપટોપ કે મોબાઈલથી જ કરો. આ પ્રકારના કામ માટે સાઈબર કાફે કે ઓપન વાઈફાઈનો ઉપયોગ ન કરો. અહીંથી તમારી અંગત માહિતી ચોરાઈ શકે છે, જે તમને નુક્સાન કરાવી શેક છે. આ રીતે તમે સુરક્ષિત રહી શકો છો.

આ રીતે વધારો સુરક્ષા
આ માટે સૌથી સારી રીત છે કે હંમેશા પોતાનો પાસવર્ડ બદલતા રહો. પરંતુ પાસવર્ડ એવો ન બનાવો કે લોકો તેનો અંદાજ લગાવી શકે. પાસવર્ડ ટ્રિકી રાખો. તેમાં તમામ પ્રકારના અક્ષર, સ્પેશિયલ કેરેક્ટર સામેલ કરો. આ ઉપરાંત તમારા બેન્ક અકાઉન્ટને મોબાઈલ સાથે કનેક્ટેડ રાખો. તમારા બેન્ક અકાઉન્ટની એસએમએસ સર્વિસ પણ ઓન રાખો. એટલે જ્યારે પણ તમારા અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થાય તો તમને તરત જ ખબર પડી જાય. જો આ ટ્રાન્ઝેક્શન અયોગ્ય હોય, તો તમે પગલાં પણ લઈ શકો છો.

ફ્રોડ થાય તો કોણ જવાબદાર
બેન્ક અકાઉન્ટ ઉપરાંત ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સુરક્ષા પણ ગ્રાહકની મોટી જવાબદારી છે. પરંતુ એટલી જ જવાબદારી બેન્કની પણ છે. ખોટા ટ્રાન્ઝેક્શનની ફરિયાદ માટે રિઝર્વ બેન્કે ગાઈડલાઈન જાહેર કરેલી છે. જે મુજબ જો બેન્ક તરફથી કોઈ ટેક્નિકલ, લાપરવાહી કે પછી ગ્રાહકની અંગત માહિતી લીક થાય તો ગ્રાહક જવાબદાર નથી. જો થર્ડ પાર્ટી અંતર્ગત અકાઉન્ડ હોલ્ડર સાથે ફ્રોડ થાય તો બેન્ક કે ખાતાધારક કોઈ જવાબદાર નથી. અહીં થર્ડ પાર્ટીનો મતલબ છે વેબસાઈટ, ઓલાઈન વોલેટ દ્વારા પેમેન્ટ વગેરે. જો ઓનલાઈન પેમેન્ટ બે વાર થઈ ગયું હોય તો ગ્રાહકે 3 દિવસમાં બેન્કને જાણ કરવી જોઈએ.

તમે ક્યારે જવાબદાર
જો આ માપદંડ પ્રમાણે જોઈએ તો બેન્ક અને થર્ડ પાર્ટીની જવાબદારી નક્કી છે. પરંતુ જો બેન્કનો ગ્રાહક પોતાની ભૂલથી ફ્રોડનો શિકાર બને અથવા કોઈ અન્ય રીતે નુક્સાન થાય તો બેન્ક જવાબદાર નથી. આવી સ્થિતિમાં નુક્સાન ગ્રાહકે જ ભોગવવું પડશે. એટલે બેન્ક અકાઉન્ટ સંબંધિત પર્સનલ ડેટા ક્યારેય કોઈને ન જણાવો. જો કે બેન્ક અકાઉન્ટમાં તમને ફ્રોડ જેવું લાગે તો બેન્કને તાત્કાલિક ફરિયાદ કરો. આવી સ્થિતિમાં બેન્ક નુક્સાનની ભરપાઈ કરશે.
આ પણ વાંચો: સતત બીજીવાર ઘટ્યું GST કલેક્શન, 6 હજાર કરોડથી વધુનો ઘટાડો












Click it and Unblock the Notifications
