For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતત બીજીવાર ઘટ્યું GST કલેક્શન, 6 હજાર કરોડથી વધુનો ઘટાડો

સતત બીજીવાર ઘટ્યું GST કલેક્શન, 6 હજાર કરોડથી વધુનો ઘટાડો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જીએસટી કલેક્શનના મોર્ચે મોદી સરકારને સપ્ટેમ્બરમાં પણ ઝાટકો લાગ્યો છે. રાજસ્વ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ સપ્ટેમ્બરમાં કુલ 91916 કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું છે. જે ઓગસ્ટની સરખામણીએ 6286 કરોડ રૂપિયા ઓછું છે. ઓગસ્ટમાં જીએસટી સંગ્રહ 98202 કરોડ રૂપિયા રહ્યું હતું. રિપોર્ટ મુજબ સપ્ટેમ્બરમાં સંગ્રહિત જીએસટીમાં સીજીએસટીની ભાગીદારી 16630 કરોડ રૂપિયા રહી.

GST કલેક્શનમાં ઘટાડો

GST કલેક્શનમાં ઘટાડો

નાણા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, સપ્ટેમ્બરમાં કુલ જીએસટી સંગ્રહ 91916 કરોડ રૂપિયા રહ્યો. જેમાં સીજીએસટી 16630 કરોડ, એસજીએસટી 22598 કરોડ રૂપિયા, આઈજીએસટી 45069 કરોડ રૂપિયા અને ઉપકરનો ભાગ 7620 કરોડ રૂપિયા રહ્યો. એક વર્ષ પહેલાં એટલે કે સપ્ટેમ્બર 2018માં 94442 કરોડ રૂપિયાનું જીએસટી કલેક્શન થયું હતું.

જાણો કેટલું કલેક્શન થયું?

જાણો કેટલું કલેક્શન થયું?

ઓગસ્ટ મહિનાથી 30 સપ્ટેમ્બર સુધી 75 લાખ 94 હજાર જીએસટીઆર-3બી ફોર્મ ભરવામાં આવ્યાં. સરકારે એકીકૃત જીએસટીથી 21131 કરોડ રૂપિયા કેન્દ્રીય જીએસટી અને 15121 કરોડ રૂપિયા રાજ્ય જીએસટીના ખાતામાં ટ્રાન્સફર કર્યાં. નિયમિત વહેંચણી બાદ જૂનમાં કેન્દ્ર સરકારનું કુલ જીએસટી રાજસ્વ 37761 કરોડ રૂપિયા અને રાજ્યોની કુલ રાશિ 37719 કરોડ રૂપિયા રહી છે.

જીએસટી રાજસ્વ કેટલું બચ્યું?

જીએસટી રાજસ્વ કેટલું બચ્યું?

સરકારી એકીકૃત જીએસટીથી 21131 કરોડ રૂપિયા કેન્દ્રીય જીએસટી અને 15121 કરોડ રૂપિયા રાજ્ય જીએસટીના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. નિયમિત વહેંચણી બાદ જૂનમાં કેન્દ્ર સરકારનું કુલ જીએસટી રાજસ્વ 37761 કરોડ રૂપિયા અને રાજ્યોની કુલ રાશિ 37719 કરોડ રૂપિયા રહી છે.

NRC પર અમિત શાહ બોલ્યા, હિન્દુ શરણાર્થિઓએ દેશ નહિ છોડવો પડે!NRC પર અમિત શાહ બોલ્યા, હિન્દુ શરણાર્થિઓએ દેશ નહિ છોડવો પડે!

English summary
gst collection decreased by 6000 crore in september 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X