For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : ભારતમાં ઓનલાઇન ખરીદીમાં 200 ટકાનો વધારો કેવી રીતે થયો?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ઓક્ટોબર : બિઝનેસ અને ઈન્ડસ્ટ્રિયલ ગ્રુપ એસોચૈમનાં સર્વે પ્રમાણે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષની ઓનલાઇન ખરીદીમાં 5થી 50 ટકા નહીં પૂરા 200 ટકાનો વધારો થયો છે. એસોચેમ દ્વારા આ પાછળનું મહત્વનું કારણ સ્માર્ટફોનના વધેલા વપરાશને માને છે. આ સર્વેક્ષણના અન્ય રસપ્રદ તારણો જાણવા આગળ ક્લિક કરો...

ભારતમાં ઓનલાઇન ખરીદીમાં 200 ટકાનો વધારો કેવી રીતે થયો તે જાણવા આગળ ક્લિક કરો...

મોબાઇલ એપ્પથી ખરીદીનું પ્રમાણ વધ્યું

મોબાઇલ એપ્પથી ખરીદીનું પ્રમાણ વધ્યું


એસોચેમના સર્વેક્ષણના તારણમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ગયા વર્ષની તુલનામાં મોબાઈલની મદદથી ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધ્યું છે. કારણ કે મોટા ભાગના ઓનલાઇન રિટેલર્સે પોતાની મોબાઇલ એપ્પ લોન્ચ કરી છે. એસોચૈમનું અનુમાન છે કે આ વખતે ઓનલાઈન ખરીદી 350 ટકા સુધી વધી શકે છે.

ઓનલાઇન ખરીદીમાં લોકોનો વિશ્વાસ વધ્યો

ઓનલાઇન ખરીદીમાં લોકોનો વિશ્વાસ વધ્યો


સર્વેક્ષણના તારણો પ્રમાણે ઓનલાઈન ખરીદીમાં વિશ્વાસ ન રાખનારા અને તે વિશે ગેરમાન્યતા રાખનારા લોકોની સંખ્યામાં 50થી 55 ટકા ઘટાડો નોંધાયો છે.

દિવાળી ઓફર્સને કારણે ખરીદી વધશે

દિવાળી ઓફર્સને કારણે ખરીદી વધશે


ભારતમાં આ વર્ષે દિવાળીમાં ઓનલાઈન ખરીદી 10,000 કરોડ રૂપિયાને પાર પહોચે તેવું અનુમાન છે. જો આ આંકડો પાર થઈ ગયો છે અને ઓનલાઈન ખરીદીનું માર્કેટ નવાં સફળતાનાં શિખર સર કરશે.

ઇ-કોમર્સ માર્કેટ એક લાખ કરોડનું થશે

ઇ-કોમર્સ માર્કેટ એક લાખ કરોડનું થશે


એસોચૈમ સર્વે પ્રમાણે ભારતમાં ઈ-કોમર્સ માર્કેટ 12,000 કરોડને પાર જઈ શકે છે. અને આગામી ત્રણથી ચાર વર્ષમાં આ આંકડો એક લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

કઇ વસ્તુઓનું વેચાણ સૌથી વધારે?

કઇ વસ્તુઓનું વેચાણ સૌથી વધારે?


તહેવારોમાં ઓનલાઈન ખરીદીમાં ગત વર્ષની સરખામણીએ પાંચ ગણો વધારો થયો છે. બ્રાન્ડેડ કંપનીઓનાં મોબાઈલ, કપડાં, મેક અપ કિટ, જ્વેલરી,ગિફ્ટ અને ફૂટવેર જેવી વસ્તુઓ વધુ વેચાય છે.

શા કારણે લોકોને પસંદ છે ઓનલાઇન ખરીદી?

શા કારણે લોકોને પસંદ છે ઓનલાઇન ખરીદી?


સર્વે પ્રમાણે ફક્ત ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2014માં જ ઈ કોમર્સ વેચાણ ગત વર્ષની સરખામણીએ 200 ટકા વધી ગયુ છે. ઈ કોમર્સ ખરીદીમાં ટાઈમલેસ ડિલીવરી સેવા આપે છે. તેમજ કોઈ ચાર્જ પણ વસુલતી નથી અને આ માટે કોઈ એડવાન્સ પેમેન્ટ પણ કરવાનું રહેતું નથી તેથી જનતાનો વિશ્વાસ વધ્યો છે.

English summary
Why online purchases in India increased 200 percent?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X