Haryana Election Result : હરિયાણામાં ગ્રામીણ લોકોએ કઈ પાર્ટીને મત આપ્યા?
Haryana Election Result : હરિયાણા ચૂંટણીના પરિણામોએ લોકોને ચૌકાવ્ચા છે. અહીં કોંગ્રેસ હજુ પણ જીતેલી બાજીની હાર સહન નથી કરી શકી.
આ ચૂંટણીમાં મતદારોએ તેમનો અસલી મિઝાઝ દેખાડ્યો છે અને તમામ રાજકીય પાર્ટીઓને ચૌકાવી દીધી છે. આ ચૂંટણીમાં ઘણા ઉલટફેર જોવા મળ્યા છે.

આ ચૂંટણીના આંકડા પર નજર કરતા એક વાત સાબિત થાય છે કે શહેરી બેઠકો પર બીજેપીનો દબદબો યથાવત છે. આ વખતે પાર્ટીએ નાના શહેરો અથવા શહેરી બેઠકો પર વધુ સારું પ્રદર્શન કર્યું છે.
જો કે તેનાથી વિપરીત ગ્રામ્ય બેઠકો પર હજુ પણ કોંગ્રેસનો દબદબો યથાવત છે. ભાજપ અહીં પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહ્યું છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોનું બારીકાઈથી વિશ્લેષણ થઈ રહ્યું છે ત્યારે ઘણી નવી બાબતો સામે આવી રહી છે. આ બતાવે છે કે બીજેપી એન્ટિ-ઇન્કમ્બન્સીને પ્રો-ઇન્કમ્બન્સીમાં ફેરવવામાં સફળ રહી અને કોંગ્રેસની સરકારની દાયકા જૂની એન્ટિ-ઇન્કમ્બન્સી હજી પણ હરિયાણાના મતદારોના મગજમાં છે.
હરિયાણાની કુલ 90 સીટોમાંથી 45 બેઠકો નાના શહેરોની છે. આ પછી શહેરી વિસ્તારોમાં 26 બેઠકો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વિધાનસભાની માત્ર 19 બેઠકો છે.
શહેરી વિસ્તારની 26 વિધાનસભા બેઠકોમાંથી 61.5% ભાજપે કબજે કરી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 30.8% સીટો જીતી છે. અપક્ષોએ 7.7% સીટો પર કબ્જો કર્યો છે.
આ સિવાય 45 નાના શહેરની અથવા શહેરી બેઠકોમાંથી ભાજપે 53.3% બેઠકો પર જીત મેળવી છે તો કોંગ્રેસે અહીં પણ માત્ર 40% બેઠકો જીતી છે. આવા વિસ્તારોમાં 4.4% બેઠકો INLDના ખાતામાં ગઈ છે, જ્યારે 2.2% બેઠકો પર અપક્ષોનો પ્રભાવ જોવા મળ્યો છે.
આપણે 19 ગ્રામીણ સીટોની વાત કરીએ અહીં સીધો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે. અહીં કોંગ્રેસને 57.9% બેઠકો મળી છે જ્યારે ભાજપને 42.1% બેઠકો મળી છે. હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપે 90માંથી માત્ર 89-89 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
જણાવી દઈએ કે, હરિયાણાની 90 સીટોમાંથી ભાજપને 48, કોંગ્રેસને 37, અપક્ષને 3 અને INLDને 2 બેઠકો મળી છે.
મતની ટકાવારીની વાત કરીએ તો ભાજપને 39.94%, કોંગ્રેસને 39.09%, INLDને 4.14% અને અન્યને 11.64% મત મળ્યા છે.












Click it and Unblock the Notifications
