For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fact Check: કોરોના વાયરસથી બચવા માટે સરકાર ફ્રીમાં માસ્ક આપી રહી છે?

કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં દહેશતનો માહોલ છે. એવામાં સોશિયલ મીડિયા પર ખોટી સૂચનાઓ અને અફવાઓની બોલબાલા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં દહેશતનો માહોલ છે. એવામાં સોશિયલ મીડિયા પર ખોટી સૂચનાઓ અને અફવાઓની બોલબાલા છે. હવે સોશિયલ મીડિયા પર આવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મોદી સરકારે લોકોને કોરોનાથી બચવા માટે બધાને મફતામાં માસ્ક પહેરવા માટે પ્રધાનમંત્રી માસ્ક યોજના ચાલુ કરી છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસને રોકવા માટે માસ્ક મહત્વની ભૂમિકા નિભાવી રહ્યુ છે. આવો જાણીએ આ મેસેજની સચ્ચાઈ...

શું પીએમ માસ્ક યોજના ચાલુ થઈ?

શું પીએમ માસ્ક યોજના ચાલુ થઈ?

સોશિયલ મીડિયામાં ચાલી રહેલ મેસેજમાં કહેવામાં આવ્યુ છે કે, કોરોના વાયરસના વધતા પ્રકોપના કારણે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સ્વચ્છ ભારત અંતર્ગત બધા દર્દીઓને કોરોના વાયરસ મુક્ત માસ્ક ફ્રીમાં આપવાનો નિર્ણય કર્યો છે. આ મેસેજ સાથે એક લિંક પણ શેર કરવામાં આવી રહી છે જેનુ યુઆરએલ https://pmmaskyojna.blogspot.com/છે. જેના દ્વારા ફ્રી માસ્ક ઑર્ડર કરવા અને સ્વચ્છ ભારતનો હિસ્સો બનવાની વાત કહેવામાં આવી છે.

મેસેજમાં આપવામાં આવી રહી છે ખોટી સૂચના

મેસેજમાં આપવામાં આવી રહી છે ખોટી સૂચના

પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલ આ ફેક મેસેજ વિશે જણાવતા કહ્યુ કે કેન્દ્ર સરકાર તરફથી પીએમ માસ્ક યોજના નામની કોઈ પણ સ્કીમ નથી ચાલી રહી. આ લિંક ફેક છે.આ પ્રકારના ફેક ન્યૂઝ શેર ન કરો. #CoronavirusOutbreak પર અફવાઓથી બચો. જડો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવ્યો હોય તો તેના પર ક્લિક ન કરતા અને મેસેજને ફૉરવર્ડ કરવાનુ ટાળો. મેસેજ સાથે મળી રહેલ લિંક દ્વારા તમે હેકિંગનો શિકાર બની શકો છો.

આવો જ એક કોરોના વેક્સીન બનાવવાનો ફેક મેસેજ ચાલી રહ્યો છે

આવો જ એક કોરોના વેક્સીન બનાવવાનો ફેક મેસેજ ચાલી રહ્યો છે

કોરોના વાયરસની વેક્સીિન વિશે પણ અફવા ફેલાવવામાં આવી રહી છે. મેસેજમાં લખ્યુ છે કે - ભારત સરકાર એરોપ્લેનના માધ્યમથી દેશભરમાં સીવી વેક્સીન ગેસનો છંટકાવ કરવા જઈ રહી છે. એટલા માટે લોકો રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી પોતાના ઘરોમાંથી ન નીકળે અને ના ખુલ્લામાં કપડા ફેલાવે. પીઆઈબીએ આ વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. આ મેસેજને નકલી ગણાવતા કહ્યુ કે સરકાર આવુ કોઈ કામ કરવા નથી જઈ રહી. ના આવી કોઈ યોજના છે.

આ પણ વાંચોઃ બકરીથી માંડીને પપૈયા સુધી બધુ કોરોના પૉઝિટીવ, જાણો કઈ જગ્યાએઆ પણ વાંચોઃ બકરીથી માંડીને પપૈયા સુધી બધુ કોરોના પૉઝિટીવ, જાણો કઈ જગ્યાએ

English summary
fact check Govt is not providing free masks under PM Mask Yojana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X